તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
દ્રવિડના પુત્ર સમિતની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી : ઓસ્ટ્રેલીયા સામે અન્ડર-૧૯ ટૂર્નામેન્ટમાં પસંદગી

નવી દિલ્હી, તા. ૩૧: બીસીસીઆઇએ ઑસ્ટ્રેલિયા સામે મલ્ટી-ફોર્મેટ શ્રેણીના શેડ્યૂલ સાથે ભારતીય અંડર-૧૯ ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને કોચ રહી ચૂકેલા રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડની પ્રથમ વખત અંડર-૧૯ ટીમમાં પસંદગી થઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે અને બે ચાર દિવસીય મેચ રમાશે.સમિતની વનડે અને ચાર દિવસીય બંને ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
ભારતીય અંડર ૧૯ ટીમમાં વન ડે કેપ્ટન તરીકે ઉત્તર પ્રદેશના મિડલ ઓર્ડર બેટ્સમેન મોહમ્મદ અમાનની પસંદગી થઈ છે. જ્યારે મધ્ય પ્રદેશનો સોહમ પટવર્ધન ચાર દિવસીય મેચમાં ટીમનું નેતળત્વ કરશે. સમિત દ્રવિડે હાલમાં જ કર્ણાટકમાં મહારાજા ટી-ર૦ ટ્રોફી સિનિયર ખેલાડી તરીકે રમી હતી. જેમાં તે મૈસૂર વોરિયર્સ ટીમ તરફથી રમ્યો હતો.
ભારતની અંડર-૧૯ ટીમ ૨૧, ૨૩ અને ૨૬ સપ્ટેમ્બરે પુડુચેરીમાં ઑસ્ટ્રેલિયા અંડર-૧૯ સામે ત્રણ વન ડે મેચ રમશે. જ્યારે ૩૦ સપ્ટેમ્બર અને ૭ ઑક્ટોબરે ચેન્નાઈમાં બે ચાર દિવસીય મેચ રમશે.
વન ડે ટીમઃ રુદ્ર પટેલ (વા.કે.), સાહિલ પરખ, કાર્તિકેય કેપી, મોહમ્મદ અમાન (કેપ્ટન), કિરણ ચોરમલે, અભિજ્ઞાન કુંડુ, હરવંશ સિંહ પંગાલિયા, સમિત દ્રવિડ (KSCA), યુધજીત ગુહા, સમર્થ એન, નિખિલ કુમાર, ચેતન શર્મા, હાર્દિક રાજ, રોહિત રાજ અવત, મોહમ્મદ એનાન.
ચાર દિવસીય શ્રેણી માટેની ટીમઃ વૈભવ સૂર્યવંશી, નિત્યા પંડ્યા, વિહાન મલ્હોત્રા (વા.કે.) સોહમ પટવર્ધન (કેપ્ટન),, કાર્તિકેય, સમિત દ્રવિડ, અભિજ્ઞાન કુંડુ હરવંશ સિંહ પંગાલિયા, ચેતન શર્મા, સમર્થ એન, આદિત્ય રાવત, નિખિલ કુમાર, અનમોલજીત સિંહ , આદિત્ય સિંહ, મોહમ્મદ એનાન.(
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
