તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
IAS સુહાસ યથિરાજે સિલ્વર જીતીને મોટી સિદ્ધિ મેળવી : પેરાલિમ્પિક્સમાં ભારતનો 12મો મેડલ
પેરાલિમ્પિક ગેમ્સમાં સતત બે મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બન્યો

નવી દિલ્હી :ભારતીય પેરા બેડમિન્ટન ખેલાડી સુહાસ યથિરાજે સોમવારે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. તે પુરૂષ સિંગલ્સ SL4 ઇવેન્ટની ફાઇનલમાં સીધી ગેમમાં હારી ગયો હતો. સિલ્વર જીતવા છતાં સુહાસે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. પેરાલિમ્પિક ગેમ્સમાં સતત બે મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બન્યો છે. તેણે ટોક્યો પેરાલિમ્પિકમાં પણ સિલ્વર કબજે કર્યો હતો. સુહાસ 2007 બેચના IAS ઓફિસર છે.
સુહાસને SL4 ઈવેન્ટની ફાઇનલમાં ફ્રાન્સના લુકાસ મઝુર સામે 9-21, 13-21થી હરાવ્યો હતો. તે બંને સેટમાં હાંફળા-ફાંફળા દેખાતા હતા. ટોક્યોમાં પણ સુહાસની ગોલ્ડ જીતવાની આશા લુકાસે ધૂળ નાખી હતી. તે પેરિસમાં એકાઉન્ટ સેટલ કરવાનું ચૂકી ગયો. 41 વર્ષના સુહાસે સુકાંતને 21-17, 21-12થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જે એથ્લેટ્સના નીચેના અંગોમાં નબળાઈ હોય તેઓ SL4 કેટેગરીમાં રમે છે. સુહાસને જન્મથી જ ડાબા પગની ઘૂંટીમાં વિકૃતિ છે.
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનો 12મો મેડલ આવ્યો છે. પેરિસમાં પેરા બેડમિન્ટનમાં ભારતે કુલ ચાર મેડલ જીત્યા છે. સુહાસ પહેલા નીતિશ કુમારે ગોલ્ડ, તુલસીમતી મુરુગેસને સિલ્વર જ્યારે મનીષા રામદાસે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનીષા પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી છે.
કોમ્પ્યુટર એન્જિનિયર બનેલા IAS ઓફિસર સુહાસે ક્યારેય તેની ઘૂંટીની નબળાઈને બેડમિન્ટન પ્રત્યેના તેના જુસ્સાને અવરોધવા ન દીધી. કોવિડ-19 રોગચાળા દરમિયાન ગૌતમ બુદ્ધ નગરના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા સુહાસ પ્રયાગરાજના ડીએમ પણ હતા. હાલમાં ઉત્તર પ્રદેશ સરકાર હેઠળ યુવા કલ્યાણ અને પ્રાંતીય રક્ષક દળના સચિવ અને મહાનિર્દેશક તરીકે નિયુક્ત, સુહાસની વહીવટીતંત્રથી બેડમિન્ટન કોર્ટ સુધીની સફર તેમના નિશ્ચયની સાક્ષી છે.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
