<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

બેડમીન્‍ટનમાં શટલર નિથ્‍યાએ જીત્‍યો બ્રોન્‍ઝ

મહિલા સિંગલ્‍સ એચએચ ૬ કેટેગરીમાં ભારતની આ ખેલાડી વર્લ્‍ડ નં. ૧ છે

નવી દિલ્‍હી, તા. ૩ : ભારતીય મહિલા બેડમિન્‍ટન ખેલાડી નિથ્‍યા શ્રી સિવને પેરિસ પેરાલિમ્‍પિક ૨૦૨૪માં SH6 કેટેગરીમાં બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો હતો. નિથ્‍યાએ લા ચેપેલ એરિના કોર્ટ ૩માં ઈન્‍ડોનેશિયાની રીના માર્લિનાને ૨૧-૧૪, ૨૧-૬થી હરાવી હતી. SH6 શ્રેણી એ એથ્‍લેટ્‍સ માટે છે જેઓ કદમાં નાના છે.

નિથ્‍યાએ શરૂઆતથી જ મેચમાં લીડ લીધી હતી. તેણે પ્રથમ ગેમમાં ૭-૦ની સરસાઈ મેળવી હતી, પરંતુ ઈન્‍ડોનેશિયાની રીના માર્લિનાએ પણ જોરદાર વાપસી કરીને સ્‍કોર ૧૦-૧૦ કરી દીધો હતો. જો કે આ પછી નિથ્‍યાએ માર્લિનાને કોઈ તક આપી ન હતી અને ૧૩ મિનિટમાં પ્રથમ ગેમ જીતી લીધી હતી. બીજી ગેમમાં પણ નિથ્‍યાએ માર્લિના પર પ્રભુત્‍વ જમાવ્‍યું હતું અને શાનદાર શરૂઆત સાથે ૧૦-૨ની જોરદાર લીડ મેળવી હતી અને આસાનીથી જીત મેળવીને મેડલ સુરક્ષિત કર્યો હતો.

તમિલનાડુના હોસુરમાં જન્‍મેલી નિથ્‍યા હાલમાં મહિલા સિંગલ્‍સ SH6 કેટેગરીમાં વિશ્વની નંબર વન છે. નિથ્‍યાએ શરૂઆતમાં ક્રિકેટમાં રસ હતો. જો કે, તેણીએ ૨૦૧૬ માં રિયો ઓલિમ્‍પિક જોતી વખતે બેડમિન્‍ટન પ્રત્‍યેનો પોતાનો જુસ્‍સો શોધ્‍યો અને લિન ડેનની ફેન બની ગઇ હતી

(2:48 PM IST)