News of Tuesday, 3rd September 2024
ટીમ ઈન્ડિયાને મળ્યો નવો સિલેક્ટર : અજીત અગરકર ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર
અજય રાત્રાને પુરૂષ ક્રિકેટ ટીમના પસંદગીકાર તરીકે નિયુક્ત: સલિલ અંકોલાને સ્થાન :

મુંબઈ : BCCIએ જાહેરાત કરી છે કે અજય રાત્રાને પુરૂષ ક્રિકેટ ટીમના પસંદગીકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે પાંચ સભ્યોની પસંદગી સમિતિમાં સલિલ અંકોલાને સ્થાન આપ્યું છે અને આગામી ગુરુવારથી તેઓ ઔપચારિક રીતે તેમની ભૂમિકા સંભાળશે. આ નિર્ણય દુલીપ ટ્રોફી 2024ની શરૂઆત પહેલા લેવામાં આવ્યો છે.
અજય રાત્રા હરિયાણાથી આવે છે અને તે વિકેટ કીપર બેટ્સમેન છે, જેણે ભારત માટે 6 ટેસ્ટ અને 12 ODI મેચ રમી છે. બીસીસીઆઈએ પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે અજયનો ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટ્રેક રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. તેણે તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 99 મેચ રમી જેમાં તેના નામે 4,029 રન છે. આ દરમિયાન તેણે 8 સદી અને 17 અડધી સદીની ઇનિંગ્સ પણ રમી હતી.
પસંદગીકાર તરીકે અજય રાત્રા પસંદગી સમિતિના અન્ય ચાર સભ્યો સાથે મળીને કામ કરશે. આ તમામ સભ્યો નવી પ્રતિભા શોધવા માટે સાથે મળીને કામ કરશે જે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાની જવાબદારીઓ સંભાળતી જોવા મળે. રાત્રાને કોચિંગનો ઘણો અનુભવ છે. તેણે આસામ, ઉત્તર પ્રદેશ અને પંજાબ ટીમના કોચ તરીકે કામ કર્યું છે. તે 2023માં દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં પણ જોવા મળ્યો હતો
ભારત સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશ ટીમની યજમાની કરવા જઈ રહ્યું છે, જ્યાં બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ અને ત્રણ T20 મેચ રમાશે. અજય રાત્રા આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની પસંદગીમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. તે પછી ભારતે ન્યૂઝીલેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયા સાથે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવાની છે.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
