News of Wednesday, 4th September 2024
આપણને પહેલો ગોલ્ડ અપાવનાર શૂટર અવની લેખા બીજો મેડલ જીતવામાં ચૂકી ગઇ
રાજસ્થાન સરકાર આપશે ત્રણ કરોડ રૂપિયા : બીજી ઇવેન્ટમાં પાંચમાં સ્થાને રહી

નવી દિલ્હી તા. ૪ : પેરિસ પેરાલિમ્પિક્સ ૨૦૨૪માં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ જીતનારી શૂટર અવની લેખારા તેના બીજા મેડલની ખૂબ નજીક આવીને હારી ગઈ. ૧૦ મીટર એર રાઈફલ SH1માં ગોલ્ડ મેડલ જીત્યા બાદ, અવનીએ હવે ૫૦ મીટર રાઈફલ ૩ પોઝિશન SH1 ફાઈનલમાં જોરદાર પ્રદર્શન કર્યું, પરંતુ તે પાંચમાં ક્રમે રહી. જો કે આ યાદગાર પ્રદર્શન બાદ તે અમીર બનશે તે નિヘતિ છે. ભારત પરત ફરવા પર તેને ૩ કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે., આ પહેલા અવની લેખરાએ ૨૦૨૦ પેરાલિમ્પિકમાં ૧૦ મીટર એર ઈવેન્ટ SH-1માં ગોલ્ડ મેડલ સહિત કુલ ૨ મેડલ જીત્યા હતા
પેરિસ પેરાલિમ્પિક્સ ૨૦૨૪માં ગોલ્ડ મેડલ જીતવા બદલ રાજસ્થાન સરકાર અવની લેખરાને ૩ કરોડ રૂપિયા આપશે. વાસ્તવમાં, ૨૦૨૦-૨૧ના બજેટમાં રાજસ્થાન સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીને ૩ કરોડ રૂપિયા આપવામાં આવશે. જ્યારે સિલ્વર મેડલ માટે ૨ કરોડ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ માટે ૧ કરોડ રૂપિયા આપવામાં આવશે. આવી સ્થિતિમાં અવની લેખરાને ભારત પરત ફરવા પર ૩ કરોડ રૂપિયા મળવાની ખાતરી છે. આ પહેલા તેને ટોકયો ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીતવા બદલ ૩ કરોડ રૂપિયા મળ્યા હતા
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
