તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th September 2024
કપિલ પરમારે જુડો સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો : ભારતે 25મોં મેડલ મેળવ્યો
જુડોમાં પેરાલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો:કપિલ પરમારે બ્રોન્ઝ મેડલ મેચમાં બ્રાઝિલના એલિટોન ડી ઓલિવિરાને હરાવ્યો

નવી દિલ્હી : કપિલ પરમારે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં કમાલ કરી હતી. તેણે પુરુષોની 60 કિગ્રા (J1) જુડો સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. જુડોમાં પેરાલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે. પરમારે બ્રોન્ઝ મેડલ મેચમાં બ્રાઝિલના એલિટોન ડી ઓલિવિરાને હરાવ્યો હતો. ભારતે તેનો 25મો મેડલ જીત્યો છે. ભારતે અત્યાર સુધીમાં પાંચ ગોલ્ડ, 9 સિલ્વર અને 11 બ્રોન્ઝ જીત્યા છે.
પરમારનો દબદબો શરૂઆતથી જ દેખાઈ રહ્યો હતો. તેણે આ મેચ 10-0ના રેકોર્ડ સાથે જીતી લીધી હતી. પરમાર અગાઉ સેમિફાઈનલમાં ઈરાનની એસ બનિતાબા ખોરમ અબાદી સામે 0-10થી હારી ગયો હતો. જે ખેલાડીઓ અંધ છે અથવા ઓછી દ્રષ્ટિ ધરાવે છે તેઓ પેરા જુડોમાં J1 શ્રેણીમાં ભાગ લે છે. પરમારે 2022 એશિયન ગેમ્સમાં આ જ કેટેગરીમાં સિલ્વર જીત્યો હતો.વ
છ મહિનાથી કોમામાં રહેલા પરમાર મધ્યપ્રદેશના શિવોર નામના નાના ગામના છે. પરમારને બાળપણમાં અકસ્માત થયો હતો. તે પોતાના ગામના ખેતરોમાં રમી રહ્યો હતો ત્યારે તેણે અકસ્માતે પાણીના પંપને સ્પર્શ કર્યો, જેના કારણે તેને જોરદાર ઇલેક્ટ્રિક આંચકો લાગ્યો. બેભાન પરમારને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને છ મહિના સુધી કોમામાં રહ્યો. તે ચાર ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો છે. પરમારના પિતા ટેક્સી ડ્રાઈવર છે જ્યારે તેમની બહેન પ્રાથમિક શાળા ચલાવે છે
ઐતિહાસિક મેડલ જીતવા બદલ વડાપ્રધાન મોદીએ પરમારને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે ખૂબ જ યાદગાર પ્રદર્શન અને ખાસ મેડલ. કપિલ પરમાર પેરાલિમ્પિકમાં જુડોમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. પેરાલિમ્પિક્સ 2024માં પુરુષોની 60kg J1 ઇવેન્ટમાં બ્રોન્ઝ જીતવા બદલ તેમને અભિનંદન! કપિલને તેના ભવિષ્ય માટે શુભકામનાઓ.”
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
