<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

બાળપણમાં ૬ મહિના સુધી કોમામાં રહેલા કપિલ પરમારે જુડોમાં પહેલો મેડલ મેળવ્‍યો

ઓલિમ્‍પિકસમાં પણ કોઇ નથી અપાવી શકયું જુડોનો મેડલ

નવી દિલ્હીઃ  મધ્યપ્રદેશના ૨૪ વર્ષના કપિલ પરમારે ગઇકાલે પેરા-જુડો ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ  જીતીને ઇતિહાસ રચ્યો છે. અોલિમ્પિકસ કે પેરાલિમ્પિકસ જુડોમાં ભારતનો આ પહેલો મેડલ છે. ૬૦ કિલોગ્રામ  જેઆઇ કેટેગરીમાં બ્રાઝિલના ખેલાડીને રેકોર્ડ ૧૦-૦ થી હરાવીને તેણે આ મેડલ જીત્યો છે. તેણે લગભગ ૩૩ સેકન્ડમાં મેચ પર પ્રભુત્વ મેળવી લીધું હતું. જે ખેલાડીઅો જાઇ નથી શકતા અથવા અોછી દષ્ટિ ધરાવે છે. તેઅો પેરા-જુડોમાં જેઆઇ કેટેગરીમાં ભાગ લે છે.
કપિલ પરમારને બાળપણમાં વોટર પમ્પને અડકવાથી વીજળીનો કરંટ લાગ્યો હતો. આ પછી પે લગભગ છ મહિના કોમામાં રહ્ના હતો. જયારે તે ભાનમાં આવ્યો ત્યારે તેની આંખોની રોશની ઘણી અોછી થઇ ગઇ હતી. તે ઍકદમ નબળો પણ બની ગયો હતો. આ પછી તેના માતા-પિતાઍ તેને રમવાની સલાહ આપી. આ સમય દરમ્યાન કોચ ભગવાન દાસની મદદથી તે બ્લાઇન્ડ જુડોમાં આગળ વધ્યો.
કપિલ ચાર ભાઇ અને ઍક બહેનમાં સૌથી નાનો છે. તેના પિતા ટેકસી-ડ્રાઇવર છે અને માતા મજૂર તરીકે કામ કરે છે. જયારે ઍક ભાઇ ચાની દુકાન પર કામ કરતો હોવાથી ઘરનો ખર્ચ ચાલે છે.

 

(4:41 PM IST)