<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

ઇંગ્‍લેન્‍ડના ઓલરાઉન્‍ડ મોઇન અલીએ અચાનક લીધી નિવૃતિ

નવી દિલ્‍હીઃ ઇંગ્‍લેન્‍ડના ઓલરાઉન્‍ડર મોઇન અલીએ ઓસ્‍ટ્રેલિયા સામેની લિમિટેડ ઓવરોની સિરીઝમાં અવગણના બાદ ઇન્‍ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.

૩૭ વર્ષનો આ ક્રિકેટર ૨૦૧૯માં વન-ડે અને ૨૦૨૨માં T20 વર્લ્‍ડ કપ ચેમ્‍પિયન બનેલી ઇંગ્‍લેન્‍ડની ટીમનો ભાગ હતો. રિટાયરમેન્‍ટ બાદ તેણે કહ્યું હતું કે હું હજી પણ ઇંગ્‍લેન્‍ડ માટે રમવાનો પ્રયાસ કરી શકું છું, પરંતુ હું જાણું છું કે હું ખરેખર તે કરીશ નહીં. હવે આવનારી પેઢીનો સમય છે. મને લાગ્‍યું કે નિવૃત્તિ લેવાનો આ યોગ્‍ય સમય છે.

(2:01 PM IST)