<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

એશિયન ચેમ્‍પિયન્‍સ ટ્રોફીમાં ભારતે ચીનને ૩-૦થી કચડી નાખ્‍યું: આજે જાપાન સામે મુકાબલો

નવી દિલ્‍હી,તા.૯: ભારતીય પુરુષ હોકી ટીમે યજમાન ચીન સામે ૩-૦થી શાનદાર જીત મેળવીને એશિયન ચેમ્‍પિયન્‍સ ટ્રોફીની શાનદાર શરૂઆત કરી હતી. ભારત તરફથી સુખજિત સિંહ (૧૪મી મિનિટ), ઉત્તમ સિંહ (૨૭મી મિનિટ) અને અભિષેક નૈન (૩૨મી મિનિટ)એ ગોલ કર્યા, જયારે ચીન એક પણ ગોલ કરી શક્‍યું નહીં. ઓલિમ્‍પિક્‍સમાં સતત બીજો બ્રોન્‍ઝ જીતીને આવેલી ભારતીય ટીમે પહેલી મેચમાં મજબૂત ડિફેન્‍સનું પ્રદર્શન કર્યું હતું.

આ ᅠટુર્નામેન્‍ટના ઇતિહાસમાં ચાર ટાઇટલ જીતનારી એકમાત્ર ટીમ ભારતની આજે ᅠપૂલ-૧માં જપાન સામે  બપોરે  ૧:૧૫ વાગ્‍યાથી બીજી મેચ રમાશે. આ ટુર્નામેન્‍ટમાં કુલ છ ટીમ ગ્રુપ સ્‍ટેજમાં પાંચ મેચ રમશે. સેમી ફાઇનલ મેચ ૧૬ સપ્‍ટેમ્‍બરે અને ફાઇનલ મેચ ૧૭ સપ્‍ટેમ્‍બરે રમાશે.

(2:03 PM IST)