News of Monday, 9th September 2024
ભારતીય પેરા એથ્લેટસોએ આપેલું વચન પુરૂ કરી બતાવ્યું, ૨૯ મેડલ જીત્યા, ૧૮મા સ્થાને
ગત ટીંક્યીં પપરટઠફ્રઠમ્પકચ ૨૦૨૦મટં ૫ ગીંલ્ડ, ૮ ઠચલ્દ્રર, ૨ બનીંન્ઝ ચટથપ ૧૯ મપડફ્ર જીત્યટ છતટ : અટ દ્રખતપ ૭ ગીંલ્ડ, ૯ ઠચલ્દ્રર અનપ ૧૩ બનીંન્ઝ જીત્યટ

નવી દિલ્હી : ભારતે પેરાલિમ્પિક ૨૦૨૪માં ૧૦માં દિવસની રમત પૂર્ણ થયા બાદ કુલ ૨૯ મેડલ જીત્યા છે. અને ૧૮માં સ્થાને રહ્યું છે. છેલ્લો મેડલ નવદીપે જીત્યો છે. તેમણે જેવલિન થ્રોની ફાઈનલમાં ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે. આમ, આ વખતે અત્યાર સુધીનું બેસ્ટ પ્રદર્શન રહ્યું છે.
પેરા એથ્લીટોએ આ વખતે પોતાનું વચન પૂર્ણ કર્યું છે. ભારતીય પેરાલિમ્પિક સમિતિના ચીફ ડી મિશન સત્ય પ્રકાશ સાંગવાને પેરિસમાં પેરાલિમ્પિક શરૂ થતાં પહેલા ૨૮થી વધુ મેડલ જીતવાનું વચન આપ્યું હતુ.
પેરિસ પેરાલિમ્પિક રમતમાં ભારતના મેડલની સંખ્યા હવે ૨૯ થઈ ચૂકી છે. ભારતે અત્યારસુધીનું બેસ્ટ પ્રદર્શન કર્યું છે. આ પહેલા ટોકયો પેરાલિમ્પિક ૨૦૨૦માં ભારતે ૫ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં કુલ ૭ ગોલ્ડ મેડલ જીત્યા છે, જેમાં હરવિંદર સિંહ, અવની લેખરા, પ્રવિણ કુમાર, સુમિત, ધર્મબીર અને નિતેશ કુમારના નામ સામેલ છે. જેમાં સૌથી વધારે ગોલ્ડ મેડલ પેરા એથ્લીટની ઈવેન્ટમાં આવ્યા છે. ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં કુલ ૫ ગોલ્ડ મેડલ જીત્યા હતા.
દેશ પેરા સ્પોર્ટ્સના ઈતિહાસમાં સૌથી વધુ મેડલ જીતી ચૂક્યું છે. ભારતે અત્યાર સુધીમાં કુલ ૨૯ મેડલ જીત્યા છે. ત્યારે ભારત આવી રહેલા પેરાએથ્લેટનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે.
મેડલ ટેલી
૧. ચીન ૯૪ ગોલ્ડ ૭૬ સિલ્વર ૫૦ બ્રોન્ઝ કુલ ૨૨૦
૨. ગ્રેટ બ્રીટન ૪૯ ગોલ્ડ ૪૪ સિલ્વર ૩૧ બ્રોન્ઝ કુલ ૧૨૪
૩. અમેરિકા ૩૬ ગોલ્ડ ૪૨ સિલ્વર ૨૭ બ્રોન્ઝ કુલ ૧૦૫
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
