News of Monday, 9th September 2024
જેનિક સિનરે યુએસ ઓપનમાં અમેરિકાની આશાઓ પર પાણી ફેરવી દીધું : બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું
યુએસ ઓપન 2024 મેન સિંગલ્સ ફાઇનલમ ઇટાલીના જેનિક સિનરે યુએસ ઓપન 2024ની મેન્સ સિંગલ્સની ફાઇનલ મેચ જીતીને ઇતિહાસ રચ્યો : સિનરે ફાઇનલમાં અમેરિકાના ટેલર ફ્રિટ્ઝને હરાવ્યો

નવી દિલ્હી તા.૯ : ઇટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે યુએસ ઓપન મેન્સ સિંગલ્સની ફાઇનલમાં અમેરિકાના ટેલર ફ્રિટ્ઝને હરાવીને ઇતિહાસ રચ્યો છે. હવે જેનિક સિનર યુએસ ઓપન જીતનાર પ્રથમ ઈટાલિયન પુરુષ ખેલાડી બની ગયો છે. આ સાથે અમેરિકાના ટેલર ફ્રિટ્ઝનું યુએસ ઓપન જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. 2 કલાકથી વધુ ચાલેલી આ મેચમાં સિનરનો દબદબો જોવા મળ્યો હતો.
જેનિક સિનર અને ટેલર ફ્રિટ્ઝ વચ્ચે યુએસ ઓપન 2024ની ફાઇનલમાં 2 કલાકથી વધુ સમય ચાલ્યો હતો. વર્લ્ડ નંબર 1 ઇટાલીના સિનરે ફાઇનલ મેચ 6-3, 6-4 અને 7-5થી જીતી હતી. સિનર યુએસ ઓપનનું ટાઇટલ જીતનાર એકંદરે બીજા ઇટાલિયન ખેલાડી બન્યા છે. આ પહેલા ઇટાલીની ફ્લાવિયા પેનેટ્ટાએ 2015માં મહિલા સિંગલ્સની ફાઇનલમાં રોબર્ટા વિન્સીને હરાવીને પ્રથમ યુએસ ઓપન ટાઇટલ જીત્યું હતું.
તમને જણાવી દઈએ કે, જાનિક સિનરનું આ બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. તે જ વર્ષે, જેનિક સિનરે ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો. સિનરે ઓસ્ટ્રેલિયન ઓપન 2024ની ફાઇનલમાં રશિયાના ડેનિલ મેદવેદેવને હરાવીને તેનું પહેલું ગ્રાન્ડ સ્લેમ જીત્યું હતું. આ મેચમાં જાનિકે ડેનિલને 3-6, 3-6, 6-4, 6-4 અને 6-3થી હરાવ્યો હતો.
બીજી તરફ, અમેરિકાના વર્લ્ડ નંબર-12 ટેલર ફ્રિટ્ઝ પાસે આ વખતે પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાની તક હતી, પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. 2003 થી, કોઈપણ ખેલાડી યુએસ ઓપન મેન્સ સિંગલ ટાઇટલ જીતવામાં સફળ રહ્યો નથી.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
