<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

વેલડન ... મેન્‍સ હોકી ટીમે જાપાનને ૫-૧ થી કચડી નાખ્‍યું: કાલે મલેશીયા સામે જંગ

એશિયન ચેમ્‍પિયન્‍સ ટ્રોફીમાં ભારતીય હોકી ટીમની બીજી જીત

નવી દિલ્‍હીઃ ચીનમાં એશિયન ચેમ્‍પિયન્‍સ ટ્રોફીની આઠમી સીઝન રમવા પહોંચેલી ભારતી હોકી ટીમ ધમાલ મચાવી રહી છે. યજમાનને હરાવ્‍યા બાદ કેપ્‍ટન હરમનપ્રીત સિંહની ટીમે જપાનને ૫-૧ થી હરાવ્‍યું હતું આ મેચમાં સુખજિત સિંહે બીજી અને ૬૦ મી મિનિટમાં ગોલ કર્યા હતા જયારે અભિષેક નૈનાએ ત્રીજી, સંજય રાણાએ ૧૭ મીએ અને ઉતમ સિંહે ૫૪ મી મિનિટે ભારત માટે ગોલ સ્‍કોર કર્યા હતા. જપાનની ટીમ માત્ર ૪૧ મી મીનીટે  એકમાત્ર ગોલ કરી શકી હતી.

હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમ કાલે બુધવારે ૨૦૨૩ ની રનર-અપ ટીમ મલેશિયા સામે ટકરાશે. આજે ટીમ આરામનો દિવસ છે. 

(12:10 PM IST)