તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th September 2024
કરોડોના ઘરમાં રહેતી વિનેશ ફોગાટ પાસે ઘણી લક્ઝરી કાર છે
વિનેશ અને પતિ સોમબીર કરોડોના માલિક છે : તેની પાસે મોંઘા મકાનોથી લઈને લક્ઝરી કાર સુધી બધું જ છે : સોના-ચાંદી ઉપરાંત તેણે શેરબજારમાં પણ લાખો રૂપિયાનું રોકાણ કર્યું છે : આમ છતાં વિનેશ ફોગાટ લાખોનું દેવું છે. : કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ભારત માટે મેડલ જીતનાર વિનેશ ફોગાટ હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી રહી છે

નવી દિલ્હી, તા.૧૨: કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત માટે મેડલ જીતનારી વિનેશ ફોગાટે પોતાની રાજકીય ઇનિંગ શરૂ કરી દીધી છે. તેમણે ૧૦ સપ્ટેમ્બરે હરિયાણા વિધાનસભા ચૂંટણી ૨૦૨૪માં જુલાના બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ નોમિનેશન પેપરમાં તેણે પોતાની અને તેના પતિ સોમબીર રાઠીની સંપત્તિની વિગતો આપી છે.
આ વર્ણન મુજબ વિનેશ અને સોમબીર કરોડોના માલિક છે. તેની પાસે મોંઘા મકાનોથી લઈને લક્ઝરી કાર સુધી બધું જ છે. સોના-ચાંદી ઉપરાંત તેણે શેરબજારમાં પણ લાખો રૂપિયાનું રોકાણ કર્યું છે. આમ છતાં વિનેશ ફોગાટ લાખોનું દેવું છે.
વિનેશ ફોગાટ પાસે ૧ કરોડ ૧૦ લાખ રૂપિયાની જંગમ અને ૨ કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. તેમના પતિ સોમવીર રાઠી પાસે ૫૭ લાખ ૩૫ હજાર રૂપિયાની જંગમ સંપત્તિ છે.
વિનેશ ફોગાટ પાસે ૬ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી એક લાખ ૯૫ હજાર રૂપિયા રોકડા હતા. તેમના અલગ-અલગ બેંક ખાતાઓમાં લગભગ ૪૦ લાખ રૂપિયા છે. તેમના નામે ૧.૫ લાખ રૂપિયાની વીમા પોલિસી પણ છે.
વિનેશ ફોગાટ ઘણા વાહનોના માલિક છે. તેમની પાસે ૩૫ લાખ રૂપિયાની વોલ્વો કાર છે. આ સ્ટાર રેસલર ૧૨ લાખ રૂપિયાની હ્યુન્ડાઈ ક્રેટાનો માલિક પણ છે. વર્ષ ૨૦૨૧માં તેણે ૧૭ લાખ રૂપિયાની ટોયોટા ઈનોવા ખરીદી હતી. બે વર્ષ પહેલા તેણે પોતાના નામે ૪૦ હજાર રૂપિયાની ટીવીએસ જ્યુપિટર પણ ખરીદી હતી.
જો સોના-ચાંદીની વાત કરીએ તો અહીં પણ વિનેશ લાખોની માલિક છે. તેમની પાસે ૩૫ ગ્રામ સોનું છે જેની કિંમત ૨ લાખ ૨૫ હજાર રૂપિયા છે. તેના નામે ૫૦ ગ્રામ ચાંદી પણ છે. આ બધાને એકસાથે મૂકીને, તેમની પાસે ૧ કરોડ ૧૦ લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે.
વિનેશ તેના પતિ સાથે સોનીપતના આલીશાન ઘરમાં રહે છે. આ ઘર વર્ષ ૨૦૧૯માં ખરીદવામાં આવ્યું હતું. પાંચ વર્ષ પહેલા આ ૬૭૫૦ ચોરસ ફૂટના ઘરની કિંમત ૧ કરોડ ૮૫ લાખ રૂપિયા હતી. જો કે હાલમાં વિનેશના ઘરની કિંમત લગભગ ૨ કરોડ રૂપિયા છે.
વિનેશે આ એફિડેવિટમાં તેના નામે લોનની માહિતી પણ આપી હતી. તેણે જણાવ્યું કે તેના નામે લીધેલી ઈનોવા કાર માટે તેણે અંદાજે ૧૩ લાખ રૂપિયા ચૂકવવા પડશે.
વિનેશ ફોગટના પતિ સોમવીર રાઠી પાસે પણ ઘણી મિલકત છે. તેમની પાસે લગભગ ૫૭ લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે. તેનો મોટો હિસ્સો શેરબજારમાં છે. સોમબીરે ઘણી કંપનીઓના શેર ખરીદ્યા છે જેની કિંમત લાખોમાં છે. સોમબીર પાસે મહિન્દ્રા સ્કોર્પિયો કાર પણ છે જેની કિંમત ૧૯.૫ લાખ રૂપિયા છે. સોમવીર રાઠી પાસે ૨૮ ગ્રામ સોનું છે જેની કિંમત ૧ લાખ ૭૯ હજાર રૂપિયા છે, જ્યારે તેમની પાસે ૧૦૦ ગ્રામ ચાંદી છે જેની કિંમત ૯૦૦૦ રૂપિયા છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
