તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th September 2024
કેવી તૈયારીઓ ચાલી રહી છે ચેમ્પિયન્સ ટ્રોફીની ? ICCની ટીમ પાક. જશે : ભારતના મેચ અંગે ચર્ચા

નવી દિલ્હી તા. ૧૨ : આઇસીસીનું પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની મુલાકાત લેશે. અહીં ચેમ્પિયન્સ ટ્રોફીના સંભવિત શેડ્યૂલ અંગે પણ પીસીબી સાથે ચર્ચા કરશે અને ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓનું પણ નિરીક્ષણ કરશે. જો કે પીસીબીને હજુ સુધી કેટલા અધિકારીઓ આવી રહ્યા છે અને તેઓ કયા વિભાગોનું પ્રતિનિધિત્વ કરશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ આ કાર્યક્રમ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે તેવા સંકેતો મળ્યા છે.
થોડા સમય પહેલા પીસીબીએ આઈસીસીને સંભવિત શિડ્યુલ મોકલ્યું હતું, જેમાં તેણે ભારતીય ટીમની તમામ મેચ લાહોરમાં યોજવાનું સૂચન કર્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનારા બોર્ડે હવે શેડ્યૂલ જોઈ લીધું છે. હવે તેને આખરી ઓપ આપવામાં આવે અને જાહેરાત કરવામાં આવે તે પહેલા હજુ પણ કેટલાક કામ કરવાનું બાકી છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
