તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Thursday, 12th September 2024
તમને મળેલા વિવિધ પુરસ્કારો, ચંદ્રકો જ દર્શાવે છે કે તમે કંઇ ઉંચાઇઓને સ્પર્શ્યા છો
ભૂતપૂર્વ હોકી ગોલકીપર શ્રીજેશને વડાપ્રધાન મોદીએ પત્ર પાઠવ્યો

નવી દિલ્હી તા. ૧૨ : હોકીને અલવિદા કહી ચૂકેલા દિગ્ગજ ગોલકીપર પી. આર. શ્રીજેશે વડા પ્રધાનઙ્ગનરેન્દ્રભાઇ મોદીઙ્ગતરફથી મળેલા એક લેટરને સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો. ભારતીય હોકીમાં શ્રીજેશના યોગદાનની પ્રશંસા કરતાં વડા પ્રધાન મોદીએ લેટરમાં લખ્યું હતું કે 'તમને મળેલા વિવિધ પુરસ્કારો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચંદ્રકો દર્શાવે છે કે તમે કઈ ઊંચાઈઓને સ્પર્શ્યા છો; પરંતુ મેદાનમાં અને બહાર, તમારી નમ્રતા અને ગૌરવ પ્રશંસનીય છે. તમે રમતમાંથી નિવૃત્ત્િ। લેવાનો નિર્ણય કર્યો છે અને હું ભારતીય હોકીમાં તમારા અપાર યોગદાનની હૃદયપૂર્વક પ્રશંસા કરૃં છું. મને વિશ્વાસ છે કે તમારી નવી ભૂમિકામાં તમારૃં કાર્ય એટલું જ અસરકારક અને પ્રેરણાદાયી રહેશે.'
રિયો, ટોકયો અને પેરિસ ઓલિમ્પિકસમાં તેના પ્રદર્શનને યાદ રાખીને તેમણે લખ્યું હતું કે 'તમારી સાથે આવી અસંખ્ય યાદો છે અને એના માટે એક લેટર પૂરતો નથી. મને વિશ્વાસ છે કે તમારો જુસ્સો, પ્રતિબદ્ઘતા અને સમર્પણ વિશ્વવિજેતાઓની આગામી પેઢીનું નિર્માણ કરશે, તમારા અથાક સમર્પણ, શાનદાર કરીઅર અને ભારતને ગૌરવ અપાવવા બદલ હું તમારો આભાર માનું છું.'
શ્રીજેશે આ લેટરના જવાબમાં સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે 'મારી નિવૃત્ત્િ। પર નરેન્દ્ર મોદી સરનો લેટર મળ્યો. હોકી મારૃં જીવન છે અને હું રમતની સેવા કરતો રહીશ. હું ભારતને હોકીની મહાસત્તા બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશ, જેની શરૂઆત ૨૦૨૦ અને ૨૦૨૪ના ઓલિમ્પિકસ મેડલથી થઈ છે. મારામાં વિશ્વાસ રાખવા બદલ વડા પ્રધાનસાહેબનો આભાર.' શ્રીજેશ હવે ભારતની જુનિયર હોકી ટીમને કોચિંગ આપતો જોવા મળશે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
