તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th September 2024
એશિયન ચેમ્પિયન ટ્રોફી : ભારત સેમી ફાઇનલમાં
મલેશિયાને ૮-૧થી કચડી નાખ્યું : આજે કોરિયા અને શનિવારે પાક. સામે મુકાબલો

નવી દિલ્હી તા. ૧૨ : ડિફેન્ડિંગ ચેમ્પિયનઙ્ગભારતેઙ્ગશાનદાર અંદાજમાં ચીનમાં આયોજિત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગઈ કાલે ૨૦૨૩ની રનર-અપ ટીમ મલેશિયા સામે હરમનપ્રીત સિંહની કંપનીએ ૮-૧થી ભવ્ય જીત મેળવી હતી. યુવા સ્ટ્રાઇકર રાજકુમાર પાલની હેટ-ટ્રિકના આધારે ભારતીય ટીમે પહેલી ૩૩ મિનિટમાં જ ૬ ગોલ કરીને મેચ પર કબજો કરી લીધો હતો.
આ મેચમાં ભારત તરફથી રાજકુમાર પાલ (ત્રીજી, પચીસમી અને ૩૩મી મિનિટે), અરિજિત સિંહ હુંદલ (છઠ્ઠી અને ૩૯મી મિનિટ), જુગરાજ સિંહ (સાતમી મિનિટ), કેપ્ટન હરમનપ્રીત સિંહ (બાવીસમી મિનિટ) અને ઉત્ત્।મ સિંહ (૪૦મી મિનિટ)એ ગોલ કર્યા હતા. મલેશિયાની ટીમ માત્ર ૩૪મી મિનિટે એકમાત્ર ગોલ કરી શકી હતી.
છ ટીમોની આ ટુર્નામેન્ટમાં ભારત સતત ત્રીજી જીતના આધારે નવ પોઇન્ટ સાથે ટોપ પર છે. ટોચની ચાર ટીમો વચ્ચે ૧૬ સપ્ટેમ્બરે સેમી ફાઇનલ મેચ રમાશે. એ પહેલાં ભારત આજે કોરિયા સામે અને શનિવારે કટ્ટર હરીફ ટીમ પાકિસ્તાન સામે ગ્રુપ સ્ટેજની મેચને સેમી ફાઇનલની તૈયારીરૂપે રમશે
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
