<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

વન-ડે વર્લ્ડકપના આયોજનથી BCCIની કમાણી થઇ ૧૧ હજાર કરોડ

ટૂરીસ્ટોએ જ કરાવી ૭,૨૦૦ કરોડની કમાણી : ૧૨.૫ લાખ લોકોએ સ્ટેડીયમમાં નિહાળ્યો મેચ

નવી દિલ્હી તા. ૧૨ : આઇસીસી ભારતીય અર્થવ્યવસ્થા પર વર્લ્ડ કપ ૨૦૨૩ની અસર વિશે વિગતવાર અહેવાલ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટ અનુસાર લગભગ ૪૫ દિવસની આ ટુર્નામેન્ટની ભારતીય અર્થવ્યવસ્થા પર ૧.૩૯ બિલ્યન ડોલર એટલે કે લગભગ ૧૧,૬૩૭ કરોડ રૂપિયાની સીધી આર્થિક અસર પડી હતી. ICC અને BCCI દ્વારા જંગી રોકાણ કરીને વર્લ્ડ કપનાં જે ૧૦ યજમાન શહેરોમાં સ્ટેડિયમના બાંધકામ સંબંધિત પ્રવૃત્તિઓ કરી હતી એ શહેરોમાં ટૂરિસ્ટોની અવરજવરમાં વધારો જોવા મળ્યો હતો.

વિદેશી અને દેશી ટૂરિસ્ટ પ્રવાસીઓના આવવા-જવા, રહેવા, મુસાફરી અને ખાવા-પીવાથી લગભગ ૭૨૩૨ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. આ વર્લ્ડ કપને કુલ ૧૨.૫ લાખ લોકોએ સ્ટેડિયમની ટિકિટ ખરીદીને જોયો જે ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી મોટી સંખ્યા છે. એમાંથી ૭૫ ટકા ફેન્સ પહેલી વખત વર્લ્ડ કપ જોવા આવ્યા હતા.

૧૯ ટકા વિદેશી ટૂરિસ્ટ પણ પહેલી વાર ભારત આવ્યા હતા. ઓકટોબર-નવેમ્બર ૨૦૨૩ દરમ્યાન વિવિધ ક્ષેત્રોમાં કુલ ૪૮,૦૦૦ કાયમી અને અસ્થાયી નોકરીઓ પણ સર્જાઈ હતી

(1:51 PM IST)