<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

હે તૈયાર હમ... લાંબા વિરામ બાદ ટીમ ઇન્‍ડિયા ફરી મેદાનમાં: નેટ પ્રેકટીસઃ ૧૯મીથી પ્રથમ ટેસ્‍ટ

નવી દિલ્‍હીઃ બંગલાદેશ સામે ૧૯ સપ્‍ટેમ્‍બરે શરૂ થનારી ટેસ્‍ટ-સિરીઝની તૈયારી માટે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઇન્‍ડિયાએ ચેન્નઇમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત અને બંગલાદેશ વચ્‍ચે બે ટેસ્‍ટ-મેચની સિરિઝ રમાશે, જેમાંની પહેલી ટેસ્‍ટ ૧૯ સપ્‍ટેમ્‍બરથી ચેન્‍નઇના એમ.એ. ચિદમ્‍બરમ સ્‍ટેડિયમમાં શરૂ થશે.

ભારતના નવા હેડ કોચ ગોૈતમ ગંભીર  અને સપોર્ટ-સ્‍ટાફના નેતૃત્‍વ હેઠળ આ પહેલી ટેસ્‍ટ-સિરીઝ રમાઇ રહી છે.

કેપ્‍ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને અન્‍ય ટીમ મેમ્‍બરો જેવા કે ફાસ્‍ટ બોલર જસપ્રીત બુમરાહ, વિકેટકીપર-બેટર રિષભ પંત, રવીન્‍દ્ર જાડેજા, યશસ્‍વી જાયસવાલ, કુલદીપ યાદવ અને લોકેશ રાહુલ ગુરૂવારે રાતે ચેન્નઇ પહોંચ્‍યા હતા.

બાંગલાદેશની ટીમ બીજી ટેસ્‍ટ-મેચ ૨૭ સપ્‍ટેમ્‍બરથી ૧ ઓકટોબર વચ્‍ચે કાનપુરના ગ્રીન પાર્ક સ્‍ટેડિયમમાં રમાશે.

(2:51 PM IST)