તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th September 2024
IPL મેગા ઓક્શનની તારીખ પર મોટું અપડેટ જાણો ક્યારે અને ક્યાં યોજાઈ શકે છે આયોજન
આયોજન નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં કરી શકાય

મુંબઈ : IPL 2025 પહેલા મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવશે. આ અંગે એક મહત્વની માહિતી સામે આવી છે. આ વખતે મેગા ઓક્શન નવેમ્બરના અંતિમ સપ્તાહ અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજવામાં આવી શકે છે. એક રિપોર્ટ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં આ અંગે અપડેટ આપી શકે છે. મેગા ઓકશન પહેલા ખેલાડીઓની રીલીઝ અને રિટેન લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે. આ પહેલા BCCI નવા રિટેન્શન નિયમો પણ જારી કરશે.
IANSના એક સમાચાર અનુસાર, BCCI મેગા ઓક્શનની તૈયારી કરી રહ્યું છે. તેનું આયોજન નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં કરી શકાય છે. નવા રીટેન્શન નિયમો આગામી થોડા દિવસોમાં જાહેર થઈ શકે છે. IPLની પ્રથમ મેગા ઓક્શન 2014માં થઈ હતી. જ્યારે બીજી મેગા ઓક્શન 2018માં થઈ હતી. છેલ્લા 10 વર્ષમાં આઈપીએલમાં અત્યાર સુધી માત્ર બે જ મેગા ઓક્શન થઈ છે. પરંતુ હવે ફરી એકવાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
મેગા ઓક્શન ક્યાં યોજાશે તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ગત વખતની જેમ આ વખતે પણ વિદેશમાં હરાજીનું આયોજન થઈ શકે છે. આ વખતે મધ્ય પૂર્વની પસંદગી કરી શકાય છે. IPL 2024ની હરાજી દુબઈમાં યોજાઈ હતી. જ્યારે 2023 પહેલા દેશમાં જ હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ વખતે ફરી આ કાર્યક્રમ વિદેશમાં યોજવામાં આવી શકે છે.
IPL મેગા ઓક્શન પહેલા રિટેન્શન નિયમો જાહેર કરવામાં આવશે. કઈ ટીમ કેટલા ખેલાડીઓને રિટેન કરી શકશે તેના પર નિર્ભર રહેશે. આવી સ્થિતિમાં ઘણા મોટા ખેલાડીઓની ટીમ બદલાશે. રોહિત શર્મા, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહને લઈને ઘણી અફવાઓ સામે આવી છે. ગત સિઝનમાં મુંબઈએ રોહિતને સુકાની પદ પરથી હટાવી દીધો હતો. તેના સ્થાને હાર્દિક પંડ્યાને સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું. રોહિતના ચાહકો પણ આને લઈને નારાજ હતા.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
