<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

આકાશદિપ ટીમમાં: રોહિત, વિરાટ, ગિલ સસ્‍તામાં ઉડયાઃ ભારત ૪૬/૩

ચેન્નાઇમાં ટીમ ઇન્‍ડિયા અને બાંગ્‍લાદેશ વચ્‍ચે પ્રથમ ટેસ્‍ટનો આજથી પ્રારંભ થયો છે. બાંગ્‍લાદેશે ટોસ જીતી ભારતને દાવ આપ્‍યો છે. આ લખાય છે ત્‍યારે રોહિત શર્મા ૬ અને શુભમન ગિલ ખાતુ ખોલાવ્‍યા વગર અને વિરાટ ૬ રને પેવેલીયન ભણી ગયા છે. ત્રણ વિકેટે ૪૬ રન બન્‍યા છે. આમ ઉપરાઉપરી વિકેટો પડી જતાં ભારત ભીંસમાં મુકાઇ ગયું છે. યશસ્‍વી જયસ્‍વાલ ૨૪ રને દાવમાં છે. ભારતની ટીમ આ મુજબ છે. રોહિત, જયસ્‍વાલ, ગિલ, વિરાટ, રાહુલ, પંત, જાડેજા, અશ્‍વિન, બુમરાહ આકાશદિપ અને સિરાજ.

(11:32 AM IST)