<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

વિશ્વની શ્રેષ્‍ઠ ટીમ ભારત સામે રમવાથી અમને પ્રોત્‍સાહન મળે છેઃ બાંગ્‍લાદેશ ના કોચ

ટેસ્‍ટ સિરીઝનો પડકાર અને આનંદ માણવા ઉત્‍સુક

નવી દિલ્‍હી, તા. ૧૯ : બાંગ્‍લાદેશનો મુખ્‍ય કોચ ચંડિકા હથુરુસિંઘા બે મૅચની ટેસ્‍ટ-સિરીઝમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ સામેના પડકારનો આનંદ માણવા માટે ઉત્‍સુક છે. ં તેણે કહ્યું કે ‘અમને વિશ્વની શ્રેષ્‍ઠ ટીમ સામે રમવાથી પ્રોત્‍સાહન મળે છે. ભારત આવવું અને એની સામે રમવું એ આ દિવસોમાં શ્રેષ્ઠ પડકાર છે. સર્વશ્રેષ્ઠ સામે રમવાથી તમે કયાં ઊભા છો એ તમને ખબર પડે છે. એક ખેલાડી તરીકે તમે હંમેશાં આવી તકો શોધી રહ્યા છો. ભારત સામે રમતી વખતે એક અલગ પ્રકારનું દબાણ હોય છે.'

બાંગ્‍લાદેશની ૧૬ સભ્‍યોની સ્‍ક્‍વૉડમાં આઠ નિષ્‍ણાત બૅટ્‍સમેન, છ બોલર અને બે ઑલરાઉન્‍ડર સામેલ છે. હથુરુસિંઘાએ એને દેશની ‘સૌથી સંપૂર્ણ સક્ષમ' ટીમ ગણાવતાં કહ્યું હતું કે ‘આ કદાચ બંગલાદેશની સૌથી સંપૂર્ણ ટીમ છે. અમે ઘણી ખામીઓને દૂર કરી છે અને અમારી પાસે ઝડપી બોલિંગમાં પણ ઘણા વિકલ્‍પ છે

(1:57 PM IST)