<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

આપણી બેટીંગ યુનિટ કોઇપણ બોલીંગ એટેકનો સામનો કરી શકે

શ્રેષ્‍ઠ શૈલી એ જ છે જે તમને જીતવામાં મદદ કરે, પ્રથમ દિવસથી જ સારૂ પ્રદર્શન કરીશું : ગૌતમ ગંભીર

નવી દિલ્‍હી, તા. ૧૯ : બાંગ્‍લાદેશ સામેની પ્રથમ ટેસ્‍ટની પૂર્વ સંધ્‍યાએ એક પ્રેસ-કૉન્‍ફરન્‍સમાં ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે ‘હું હંમેશાં માનું છું કે શ્રેષ્ઠ શૈલી એ છે જે તમને જીતવામાં મદદ કરે. અમે એક એવી ટીમ બનાવવા માગીએ છીએ જે એક શૈલી અપનાવવાને બદલે ઝડપથી સ્‍વીકારે અને શીખે. જો તમે એક શૈલી અપનાવવાનું શરૂ કરશો તો તમે પ્રગતિ કરી શકશો નહીં.

પિચ પર ઘણા સવાલ ઉઠાવવામાં આવે છે, પણ બાવીસ યાર્ડની પિચની પ્રકળતિ કરતાં તમામ પરિસ્‍થિતિઓમાં રમવાની ખેલાડીઓની કુશળતા વધુ મહત્ત્વની છે.'

ભારતીય બૅટર્સના સ્‍પિનર્સ સામેના સંઘર્ષ વિશે વાત કરતાં ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ‘અમારા બૅટિંગ-યુનિટમાં એટલી ગુણવત્તા છે કે એ કોઈ પણ પ્રકારના બોલિંગ-અટૅકનો સામનો કરી શકે છે. ટેસ્‍ટ અને વન-ડેમાં ઘણો તફાવત છે. આ બધું માનસિકતા અને તમારા ડિફેન્‍સને મજબૂત કરવા પર કામ કરવા વિશે છે. એક વાર તમે એ કરી લો પછી તમે સરળતાથી બૅટિંગ કરી શકો છો.

બંગલાદેશ પાસે સારું બોલિંગ-યુનિટ છે. અમારે પહેલા દિવસથી સારું પ્રદર્શન કરવું પડશે અને એ સૌથી મહત્ત્વપૂર્ણ છે

(2:03 PM IST)