તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd September 2024
ટી ઇન્ડીયાના જીતના હીરોઃ અશ્વિનનું ઓલરાઉન્ડ પ્રદર્શન, પંચની શાનદાર વાપસી અને ગિલ-જાડેજાના ધાંસૂ પ્રદર્શને અપાવી મોટી જીત

મુંબઇ: આજે ચેન્નાઈ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારત બાંગ્લાદેશને 280 રનથી માત આપીને જીત મેળવી લીધી છે. ભારત માટે આ મેચમાં જીતનો હીરો આર અશ્વિન રહ્યો છે. તેને પ્રથમ ઈનિંગમાં સેન્ચુરી ફટકાર્યા બાદ બીજી ઈનિંગમાં 6 વિકેટ લીધી છે. ત્યારે જાણો ચાર દિવસમાં ટીમ ઈન્ડિયાને કેવી રીતે મળી શાનદાર જીત.
બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશના બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા ભારતીય ટીમના ટોપ ઓર્ડરનો ધબકડો થયો હતો. યશસ્વી જયસ્વાલ સિવાયના બેટ્સમેનો રન બનાવી શક્યા ન હતા. જો કે, લોઅર ઓર્ડરમાં અશ્વિન (102) અને જાડેજા (86) શાનદાર પ્રદર્શન કરતા ટીમની વાપસી કરાવી હતી. પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમનો સ્કોર 6 વિકેટના નુકશાન પર 339 રન હતો.
ભારતે પ્રથમ ઈનિંગમાં આર અશ્વિનની સેન્ચુરી, જાડેજા અને જયસ્વાલની હાફ સેન્ચુરીની મદદથી 376 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 149 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજા દિવસના અંતે ભારતનો બીજી ઈનિંગમાં સ્કોર 3 વિકેટના નુકશાન પર 81 રન હતો. ટીમ ઈન્ડિયા પાસે 308 રનની લીડ હતી.
આ મેચના ત્રીજા દિવસે ઋષભ પંત (109) અને શુભમન ગિલે (119*) શાનદાર બેટિંગ કરતા સેન્ચુરી ફટકારી હતી. ભારતે 4 વિકેટના નુકશાન પર 287 રને ઈનિંગ ડિક્લેર કરી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિશાળ ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ ત્રીજા દિવસના અંત સુધીમાં 4 વિકેટ ગુમાવીને 158 રન બનાવી શકી હતી.
ચોથા દિવસે આ ટેસ્ટ મેચ જીતવા માટે બાંગ્લાદેશને 357 રન જ્યારે ભારતને 6 વિકેટની જરૂર હતી. લંચ પહેલા જ અશ્વિન અને જાડેજાએ શાનદાર બોલિંગ કરતા ભારતે મેચ 280 રનથી જીતી લીધી છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
