તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd September 2024
ગામા ઈન્ટરનેશનલ ફાઈટીંગ ચેમ્પિયનશીપમાં MMA ફાઈટ જીતનાર સંગ્રામ સિંહ પ્રથમ ભારતીય પુરુષ કુસ્તીબાજ બન્યો

નવી દિલ્હી : ભારતીય કુસ્તીબાજ સંગ્રામ સિંહ જ્યોર્જિયામાં ગામા ઈન્ટરનેશનલ ફાઈટીંગ ચેમ્પિયનશીપ તિલિસી ખાતે MMA (મિશ્ર માર્શલ આર્ટ) ફાઈટ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ કુસ્તીબાજ બન્યો.
કોમનવેલ્થ હેવીવેઇટ રેસલિંગ ચેમ્પિયન સંગ્રામે પાકિસ્તાની હરીફ અલી રઝા નાસિર સામે 90 સેકન્ડની મેચમાં જીત મેળવી હતી. વધુમાં, સંગ્રામે ચેમ્પિયનશિપમાં 93 કિગ્રા વિભાગમાં ભારતીય ફાઇટર દ્વારા અત્યાર સુધીની સૌથી ઝડપી જીત પણ નોંધાવી હતી.
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
