તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd September 2024
હાર્દિક ટેસ્ટ ક્રિકેટમાં કરી શકે છે વાપસી : રેડ બોલથી બોલિંગ કરતા જોવા મળ્યો

નવી દિલ્હી : ભારતીય ટીમ હાલમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ ક્રિકેટ રમી રહી છે. બે મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ 1-0થી આગળ છે. ત્યારબાદ ટી20 સિરીઝનો પ્રારંભ થશે. જેમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ની વાપસી થશે. ત્યારે હાલમાં હાર્દિકનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રેડ બોલથી બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ કહેવામાં આવી રહ્યું છે કે, પંડ્યા ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી શકે છે.
ભારત આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસે જવાનો છે. જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાવાની છે.
હાર્દિક પંડ્યા આ પ્રવાસથી રેડ બોલ એટલે કે ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરશે. હાર્દિક છેલ્લે વર્ષ 2018માં ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યો હતો. ત્યારે હવે તે 6 વર્ષ પછી ટીમમાં વાપસી માટે મહેનત કરી રહ્યો છે.
હાર્દિક પંડ્યા ભારત માટે 11 ટેસ્ટમાં 31.29ની એવરેજથી 532 રન બનાવી ચૂક્યો છે. આ સાથે જ તેને 17 વિકેટ પણ ઝડપી છે.
હાલમાં જ હાર્દિક પંડ્યાનો તેના લંડન પ્રવાસ દરમિયાન ગુજરાત ટાઈટન્સના સહાયક કોચ નઈમ અમીનની દેખરેખમાં માઈટલી વિલો ક્રિકેટ એકેડમીમાં પ્રેક્ટિસ કરતો વીડિયો વાયરલ થયો છે. ત્યારે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમતા પહેલા હાર્દિક પંડ્યા રણજી ટ્રોફીમાં બરોડા માટે રમી શકે છે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
