News of Wednesday, 25th September 2024
બન્ને ટીમના ખેલાડીઓ કાનપુરમાં : ૨૭મીથી બીજો ટેસ્ટ
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના કાર્યકરોએ સ્ટેડીયમની બહાર હવન કરતા ૨૦ની ધરપકડ : સુરક્ષા વધારવામાં આવી

નવી દિલ્હી તા. ૨૫ : બે મેચની ટેસ્ટ-સિરીઝની બીજી ટેસ્ટ રમવા માટેᅠભારતᅠઅનેᅠબંગલાદેશની ક્રિકેટ ટીમ કાનપુર પહોંચી હતી. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને શુભમન ગિલ સહિતના ખેલાડીઓનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના કાનપુરના ઇન્ટરનેશનલ ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ૨૭ સપ્ટેમ્બરથી બન્ને ટીમ વચ્ચે બીજી ટેસ્ટ-મેચ શરૂ થશે. આ ટેસ્ટ-મેચ માટેᅠકાનપુરᅠપોલીસે ફૂલપ્રૂફ સુરક્ષા યોજના તૈયાર કરી છે. હાલમાં બંગલાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારના વિરોધમાં સ્ટેડિયમની આગળના રસ્તા પર અવરોધ ઊભા કરીને હવનનું આયોજન કરવાના આરોપમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના ૨૦ સભ્યો વિરૂદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ દાખલ કરવામાં આવી છે. ગ્રીન પાર્ક સ્ટેડિયમ અને હોટેલ લેન્ડમાર્કને સેક્ટર, ઝોન અને સબ-ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. એમાં સુરક્ષાની જવાબદારી અનુક્રમે ડીસીપી, એડિશનલ ડીસીપી અને એસીપી રેન્કના અધિકારીઓને સોંપવામાં આવી છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
