<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

ભારત વિ બાંગ્લાદેશ: T20 શ્રેણી માટે બાંગ્લાદેશ ટીમની જાહેરાત, મેહદી હસન પરત ફર્યા

ટી-20 સિરીઝ 6 ઓક્ટોબરથી શરૂ થશે: બંને ટીમો વચ્ચે 3 T20 રમાશે

મુંબઇ :  ૬ ઓકટોબરમાં  ભારતીય ક્રિકેટ ટીમ અને બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ રહી છે. આ પછી બંને ટીમો 3 T20 મેચોની સિરીઝ રમશે. T20 સીરીઝ માટે બાંગ્લાદેશ ટીમની જાહેરાત કરવામાં આવી છે. મેહદી હસનની ટીમમાં વાપસી થઈ છે. આ પહેલા શનિવારે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી.
પ્રાપ્‍ત માહિતી મુજબ  ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ રહી છે. આ પછી બંને ટીમો 3 T20 મેચોની સિરીઝ રમશે. T20 સિરીઝ માટે આજે બાંગ્લાદેશ ટીમની જાહેરાત કરવામાં આવી છે.
મેહદી હસનની ટીમમાં વાપસી થઈ છે. આ પહેલા શનિવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટી-20 સિરીઝ 6 ઓક્ટોબરથી શરૂ થશે. શ્રેણીની પ્રથમ મેચ ગ્વાલિયરમાં રમાશે.

(10:32 PM IST)