<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

મહિલા ટી20 વર્લ્ડ કપ 2024: ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવાની દર્શકોની આચુરતાપુર્વક રાહઃ ભારતીય ટીમની કમાન સંભાળવા હરમનપ્રીત કૌરના હાથમાં

પ્રથમ મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાશે

મુંબઇઃ  હરમનપ્રીત કૌર મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની કમાન સંભાળવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે. દર્શકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
 આ વખતે આઈસીસીએ ટી20 મહિલા વર્લ્ડ કપ 2024ની યજમાની બાંગ્લાદેશને સોંપી હતી. પરંતુ બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ ટૂર્નામેન્ટ યુએઈમાં શિફ્ટ કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ 3જી ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાશે. ભારતીય ટીમ વર્લ્ડ કપ 2024માં ભાગ લેવા માટે પણ તૈયાર છે. જો કે આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ ટક્કર થવાની છે.
ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2024માં હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભાગ લેશે. ભારતે પ્રથમ મેચ ન્યુઝીલેન્ડ સામે રમવાની છે. આ મેચ 4 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ પછી ભારતીય ટીમ 6 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાવાની છે. આ મેચ દુબઈમાં રમાશે. માત્ર ભારતના ચાહકો જ નહીં પરંતુ દુનિયાભરના સ્પોર્ટ્સ ચાહકો આ મેચની રાહ જોઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 13 T-20 મેચ રમાઈ છે, જેમાં ભારતે 10 અને પાકિસ્તાને 3 મેચ જીતી છે. આવી સ્થિતિમાં આગામી મેચમાં ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે.
9 ઓક્ટોબરે ભારતીય ટીમ શ્રીલંકા સામે ટકરાશે, ત્યારબાદ 13 ઓક્ટોબરે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. પ્રથમ સેમિફાઇનલ મેચ 17મીએ અને બીજી મેચ 18મી ઓક્ટોબરે રમાશે. જ્યારે ફાઇનલ મેચ 20મી ઓક્ટોબરે રમાશે.
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમા, રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલ શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, સજના સજીવન.

(10:43 PM IST)