તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
IPL 2025 માં ૧૦ ટીમો ભાગ લેશેઃ BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલે રીટેન્શન સંબંધિત નિયમો જાહેર કર્યાઃ ઘણાખરા સ્ટારના છેદ ઉડી જાય તેવા એંધાણ
IPL ટીમો વધુમાં વધુ 5 ખેલાડીઓને જાળવી શકશે. આ સિવાય રાઈટ ટુ મેચ (RTM)નો વિકલ્પ પણ હશે.

નવી દિલ્હીઃ BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલે રીટેન્શન સંબંધિત નિયમો જાહેર કર્યા છે. IPL ટીમો વધુમાં વધુ 5 ખેલાડીઓને જાળવી શકશે. આ સિવાય રાઈટ ટુ મેચ (RTM)નો વિકલ્પ પણ હશે. આઈપીએલની ટીમો હરાજી દરમિયાન રાઈટ ટુ મેચનો ઉપયોગ કરીને એક ખેલાડીને ઉમેરી શકશે, પરંતુ ક્રિકેટ ચાહકોના મનમાં પ્રશ્ન એ છે કે આઈપીએલની ટીમો કયા ખેલાડીઓને જાળવી રાખશે? આજે આપણે ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સહિત તમામ 10 ટીમોના સંભવિત 6 રિટેન્શન પર એક નજર કરીએ..
ચેન્નાઈ સુપર કિંગ્સ IPL ઈતિહાસની સૌથી સફળ ટીમોમાંથી એક છે. આ ટીમે રેકોર્ડ 5 વખત IPL ટાઈટલ જીત્યું છે, પરંતુ આ વખતે મેગા ઓક્શન પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ કયા ખેલાડીઓને જાળવી રાખશે? એવું માનવામાં આવે છે કે રુતુરાજ ગાયકવાડ સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સ રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, ડેરિલ મિશેલ, મેથીસા પથિરાના અને મહેન્દ્ર સિંહ ધોનીને રિટેન કરશે.
મુંબઈ ઈન્ડિયન્સ- મીડિયા રિપોર્ટ્સ અનુસાર હાર્દિક પંડ્યા સિવાય મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને અંશુલ કંબોજને રિટેન કરી શકે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- વિરાટ કોહલી ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મોહમ્મદ સિરાજ, વિલ જેક્સ, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન અને યશ દયાલને જાળવી શકે છે. જોકે, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે RCB માત્ર વિરાટ કોહલીને જ રિટેન કરશે.
રાજસ્થાન રોયલ્સ- સંજુ સેમસન ઉપરાંત રાજસ્થાન રોયલ્સ જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ અને સંદીપ શર્માને જાળવી શકે છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ- શ્રેયસ અય્યર, રિંકુ સિંહ, ફિલ સોલ્ટ, સુનિલ નારાયણ, આન્દ્રે રસેલ અને હર્ષિત રાણા IPL ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ શકે છે.
ગુજરાત ટાઇટન્સ;- ગુજરાત ટાઇટન્સ શુભમન ગિલ, રાશિદ ખાન, ડેવિડ મિલર, સાઇ સુદર્શન, મોહમ્મદ શમી અને રાહુલ તેવટિયાને જાળવી શકે છે.
લખનૌ સુપર જાયન્ટ્સ- લખનૌ સુપર જાયન્ટ્સમાં તેમના કેપ્ટન કેએલ રાહુલ સિવાય ક્વિન્ટન ડી કોક, નિકોલસ પૂરન, માર્કસ સ્ટોઈનિસ, રવિ બિશ્નોઈ અને મયંક યાદવ હોઈ શકે છે.
દિલ્હી કેપિટલ્સ- રિષભ પંત ઉપરાંત દિલ્હી કેપિટલ્સ ટ્રિસ્ટન સ્ટબ્સ, મિશેલ માર્શ, જેક ફ્રેઝર મેકગર્ક, અક્ષર પટેલ અને અભિષેક પોરેલને જાળવી શકે છે.
પંજાબ કિંગ્સ- સેમ કુરાન ઉપરાંત પંજાબ કિંગ્સ અર્શદીપ સિંહ, કાગિસો રબાડા, લિયામ લિવિંગસ્ટોન, શશાંક સિંહ અને આશુતોષ શર્માને જાળવી શકે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ- સનરાઇઝર્સ હૈદરાબાદ પેટ કમિન્સ, અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન, ટી. નટરાજન અને નીતિશ કુમાર રેડ્ડીને જાળવી શકે છે.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
