News of Monday, 30th September 2024
કાનપુર ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ : આ સિદ્ધિ મેળવનાર બન્યો પ્રથમ એશિયન બોલર
કાનપુર ટેસ્ટના ચોથા દિવસે રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લઈને ઈતિહાસ રચી દીધો : હવે જાડેજાના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો

કાનપુર : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી અને બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ખરાબ આઉટફિલ્ડને કારણે બે દિવસ સુધી કોઈ રમત થઈ ન હતી. જે બાદ આજે ચોથા દિવસની રમત ચાલુ છે. બાંગ્લાદેશની ટીમ કાનપુર ટેસ્ટના પ્રથમ દાવમાં ચોથા દિવસે 233 રનમાં સમેટાઈ ગઈ હતી. રવિન્દ્ર જાડેજાએ બાંગ્લાદેશને પ્રથમ દાવમાં છેલ્લો ઝટકો આપ્યો હતો. આ સાથે જાડેજાએ ઈતિહાસ રચ્યો છે. હવે જાડેજા આવું કરનાર એશિયાનો પ્રથમ બોલર બની ગયો છે.
રવિન્દ્ર જાડેજા પ્રથમ દાવમાં માત્ર એક જ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ એક વિકેટ લઈને જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પણ પૂરી કરી લીધી છે. જાડેજા હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 300 વિકેટ અને 3000 રન બનાવનાર એશિયન ખેલાડી બની ગયો છે. અ સાથે BCCI ના સેક્રેટરી જય શાહે x પર પોસ્ટ કરીને જાડેજા ને અભિનંદન પાઠવ્યા હતા.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
