<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

ભારત-બાંગ્‍લાદેશ વચ્‍ચેની મેચમાં ૨ દિવસ એકપણ બોલ ન ફેંકાયો

આજે ચોથા દિવસની રમતનો પ્રારંભઃ પ્રથમ દિવસે ભારતે ટોસ જીત્‍યો'તો

નવી દિલ્‍હી,તા. ૩૦: આજે ભારત અને બાંગ્‍લાદેશ વચ્‍ચે કાનપુર ટેસ્‍ટ મેચનો ચોથો દિવસ છે. આ મેચમાં વરસાદનું વિધ્‍ન જોવા મળ્‍યું છે. પ્રથમ દિવસે માત્ર ૩૫ ઓવરની રમત શક્‍ય બની હતી. જયારે બીજા અને ત્રીજા દિવસે એકપણ બોલ નાખ્‍યા વિના રમત પૂર્ણ થઈ ગઈ હતી.

પ્રથમ દિવસે ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દિવસના અંતે બાંગ્‍લાદેશનો સ્‍કોર ૩ વિકેટના નુકશાન પર ૧૦૭ રન હતો. ભારત માટે આકાશ દીપે ૨ વિકેટ જયારે આર અશ્વિને ૧ વિકેટ લીધી હતી.

(5:50 PM IST)