<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝાટકો! :છેલ્લા દિવસે ટીમમાં નહીં હોય આ ત્રણ ખેલાડીઓ

ભારતીય ટીમના 3 ખેલાડીઓ ટીમથી અલગ થઈ ગયા:આ ખેલાડીઓ 5માં દિવસે ટીમ સાથે નહીં હોય

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. 4 દિવસની રમત પૂરી થયા બાદ મેચ રોમાંચક વળાંક પર પહોંચી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના 3 ખેલાડીઓ ટીમથી અલગ થઈ ગયા છે. આ ખેલાડીઓ 5માં દિવસે ટીમ સાથે નહીં હોય. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે.

BCCIએ ટ્વિટર પર લખ્યું, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ અને યશ દયાલને લખનઉમાં આવતીકાલથી શરૂ થઈ રહેલા ઈરાની કપમાં ભાગ લેવા માટે ભારતીય ટેસ્ટ ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

આ ખેલાડીઓને પ્લેઈંગ 11માં તક મળી નથી. આવી સ્થિતિમાં, ત્રણેય ખેલાડીઓ મંગળવારથી શરૂ થઈ રહેલા ઈરાની કપ માટે પોતપોતાની ટીમ સાથે જોડાશે. જ્યારે સરફરાઝ ખાન મુંબઈનો ભાગ છે, ધ્રુવ જુરેલ અને યશ દયાલ રેસ્ટ ઓફ ઈન્ડિયાના ભાગ છે.

રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમ
રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન (વાઈસ-કેપ્ટન), સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), માનવ સુથાર, સારાંશ જૈન, પ્રસીદ કૃષ્ણ, મુકેશ કુમાર, યશ દયાલ, રિકી ભુઈ, શાશ્વત રાવત, ખલીલ અહેમદ, રાહુલ ચાહર.

મુંબઈની ટીમ
અજિંક્ય રહાણે (કેપ્ટન), પૃથ્વી શો, આયુષ મ્હાત્રે, શ્રેયસ અય્યર, સિદ્ધેશ લાડ, સૂર્યાંશ શેડગે, હાર્દિક તમોરે (વિકેટકીપર), સિદ્ધાંત અધાતરાવ (વિકેટકીપર), શમ્સ મુલાની, તનુષ કોટિયન, હિમાંશુ સિંહ, શાર્દુલ મોહમ્મદ જુનૈદ, હિમાંશુ સિંઘ, મોહિત અવસ્થી. મોહમ્મદ જુનૈદ ખાન, રોયસ્ટન ડાયસ, સરફરાઝ ખાન.

(11:34 PM IST)