<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

ભારતે પાકિસ્તાનને 6 વિકેટે કચડી નાખ્યું :બોલરો બાદ બેટ્સમેનોએ પણ પોતાની કમાલ બતાવી

ભારતીય ટીમને આ મેચ જીતવા માટે 106 રનનો ટાર્ગેટ આપ્યો તેણે 4 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો અરુંધતિ રેડ્ડી 3 વિકેટ ઝડપી : શેફાલી વર્માએ 32 રન અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 29 રનની ઇનિંગ રમી

મુંબઈ :  ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે પાકિસ્તાન સામે 6 વિકેટે આસાનીથી મેચ જીતી લીધી છે. આ મેચમાં પાકિસ્તાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ તેણે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 105 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી બેટિંગ કરતી વખતે નિદા દારે સૌથી વધુ 28 રનની ઇનિંગ રમી હતી.

  ભારત તરફથી બોલિંગ કરતી વખતે અરુંધતિ રેડ્ડી 3 વિકેટ લેવામાં સફળ રહી હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમ તરફથી શેફાલી વર્માએ 32 રનની ઇનિંગ રમી હતી જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે 29 રનની ઇનિંગ રમી હતી.

  ભારતીય ટીમે મહિલા T20 વર્લ્ડ કપ 2024 ની મેચમાં પાકિસ્તાન સામે 106 રનના લક્ષ્યાંકનો પીછો 18.5 ઓવરમાં 4 વિકેટના નુકસાને કર્યો હતો. આ મેચમાં ભારતીય ટીમના ટાર્ગેટનો પીછો કરતી વખતે શેફાલી વર્માએ 32 રન જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે 29 રન બનાવ્યા હતા. જ્યારે પાકિસ્તાન તરફથી બોલિંગમાં ફાતિમા સનાએ 2 વિકેટ ઝડપી હતી. હવે આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની આગામી મેચ 9 ઓક્ટોબરે શ્રીલંકાની ટીમ સામે છે.

(7:20 PM IST)