તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th October 2024
મહિલા ટી-ર૦ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો પહેલો વિજયઃ પાકિસ્તાનને ૬ વિકેટે હરાવ્યું
બોલરો બાદ બેટસમેનોની પણ કમાલઃ હવે ૯મીએ શ્રીલંકા સામે જંગ

મુંબઇ તા. ૭: આઇસીસી મહિલા ટી-ર૦ વર્લ્ડ કપ ર૦ર૪માં ભારતીય ટીમે પાકિસ્તાન સામે ૬ વિકેટે આસાનીથી મેચ જીતી લીધી છે. આ મેચમાં પાીકસ્તાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ તેણે ર૦ ઓવરમાં ૮ વિકેટના નુકસાન પર ૧૦પ રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી બેટિંગ કરતી વખતે નિદાન દારે સૌથી વધુ ર૮ રનની ઇનિંગ રમી હતી.
ભારત તરફથી બોલિંગ કરતી વખતે અરૃંધતિ રેડ્ડી ૩ વિકેટ લીધી હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમ તરફથી શેફાલી વર્માએ ૩ર રન જયારે કેપ્ટન હરમનપ્રીત કૌરે ર૯ રન બનાવ્યા હતા.
ભારતીય ટીમે ૧૮.પ ઓવરમાં ૪ વિકેટના નુકસાને મેચ જીતી લીધો હતો. પાકિસ્તાન તરફથી બોલિંગમાં ફાતિમા સનાએ ર વિકેટ ઝડપી હતી. હવે આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની આગામી મેચ ૯ ઓકટોબરે શ્રીલંકાની ટીમ સામે છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
