તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th October 2024
સચિન તેંડુલકરને ફરીથી મેદાન પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિતઃ સુનીલ ગાવસ્કર

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML)ની જાહેરાતે ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. આ ફ્રેન્ચાઇઝી આધારિત ટી20 ટૂર્નામેન્ટ છે, જે આ વર્ષથી શરૂ થશે.
આ છ ટીમોની લીગ બે ક્રિકેટ આઇકોન, સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકરના મગજની ઉપજ છે.IML એ વાર્ષિક T20 ક્રિકેટ ટુર્નામેન્ટ હશે, જેમાં શરૂઆતમાં છ ક્રિકેટ રમતા દેશો - ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા ના ક્રિકેટ સ્ટાર્સ હશે.માસ્ટર બ્લાસ્ટરની બેટિંગનો જાદુ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહેલા કરોડો ચાહકોમાં તેંડુલકરની વાપસી ફરી એકવાર ઉત્તેજના લાવશે. સુનિલ ગાવસ્કરને લીગના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
