<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

મહિલા ટી-ટવેન્‍ટી વર્લ્‍ડકપમાં શ્રીલંકાને હરાવતુ ભારતઃ સેમી ફાઇનલમાં પ્રવેશની આશા

રુનેટ રનમાં ભારતીય ટીમનો સુધારો : ગૃપ -એ ના પોઇન્‍ટ ટેબલમાં બીજુ સ્‍થાન

નવી દિલ્‍હી, તા. ૧૦ : દુબઈ ઈન્‍ટરનેશનલ ક્રિકેટ સ્‍ટેડિયમમાં મહિલા ટી૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૪માં ભારતે શ્રીલંકાને ૮૨ રને હરાવીને સેમિફાઇનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે. આ જીત સાથે ભારતના નેટ રનમાં સુધારો થયો છે. આ સાથે ભારત ગ્રૂપ-ખ્‍ના પોઈન્‍ટ ટેબલમાં બીજા સ્‍થાને પહોંચી ગયું છે.

ભારતે આપ્‍યો શ્રીલંકાને ૧૭૨ રનનો લક્ષ્યાંક

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અત્‍યાર સુધી બેટિંગમાં નિષ્‍ફળ રહેલા સ્‍મળતિ મંધાના અને શેફાલી વર્માએ પ્રથમ વિકેટ માટે ૯૮ રન જોડ્‍યા હતા. આ દરમિયાન મંધાનાએ ૩૮ બોલમાં ૫૦ રનની ઇનિંગ રમી અને શેફાલી વર્માએ ૪૦ બોલમાં ૪૩ રન બનાવ્‍યા હતા. ભારતે શરૂઆતમાં બે વિકેટ ગુમાવ્‍યા બાદ જેમિમા અને કેપ્‍ટન હરમનપ્રીત કૌરે મોરચો સંભાળ્‍યો. જેમિમાએ ૧૦ બોલમાં ૧૬ રનનું યોગદાન આપ્‍યું હતું. હરમનપ્રીત કૌરે ૨૭ બોલમાં અણનમ ૫૨ રન બનાવ્‍યા. ભારતે ૨૦ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૭૨ રન બનાવ્‍યા હતા.

શ્રીલંકા ૯૦ રનમાં ઓલઆઉટ

જ્‍યારે શ્રીલંકાએ ખૂબ નબળી શરુઆત કરી હતી. શ્રેયંકાએ કેપ્‍ટન ચમારી અટાપટ્ટુને આઉટ કરીને શ્રીલંકાને મોટો ઝટકો આપ્‍યો હતો. આ પછી રેણુકાએ હર્ષિતાને આઉટ કરીને શ્રીલંકાને ત્રીજો ઝટકો આપ્‍યો હતો. બંને બોલરોએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. શ્રીલંકાની આખી ટીમ ૧૯.૫ ઓવરમાં માત્ર ૯૦ રન જ બનાવી શકી. ભારતે ૨૦૧૪ પછી વ્‍૨૦ત્‍ વર્લ્‍ડ કપમાં સૌથી મોટી જીત નોંધાવી છે.

(4:05 PM IST)