<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

ઓસ્‍ટ્રેલીયામાં રમાનાર બોર્ડર-ગાવસ્‍કર ટ્રોફી પહેલા ટીમ ઇન્‍ડીયાને લાગી શકે છે મોટો ઝટકોઃ રોહિત ગુમાવશે પ્રથમ બે ટેસ્‍ટ?

 

નવી દિલ્‍હી,તા. ૧૧: ભારતને આ વર્ષે નવેમ્‍બરથી ઓસ્‍ટ્રેલિયા સામે ૫ મેચની બોર્ડર-ગાવસ્‍કર ટ્રોફી રમવાની છે, પરંતુ તે પહેલા જ ભારતીય ટીમને આંચકો લાગ્‍યો છે. જાણવા મળ્‍યા મુજબ રોહિત શર્મા આ સીરીઝની પ્રથમ બે મેચમાં ભારતીય ટીમની કેપ્‍ટનશીપ કરતો જોવા મળશે નહીં.  રોહિતે ૨ ટેસ્‍ટ મેચ ન રમવાના ‘વ્‍યક્‍તિગત કારણો' આપ્‍યા છે, ‘હિટમેને' બીસીસીઆઈ અને મુખ્‍ય પસંદગીકાર અજીત અગરકરને આ અંગે જાણ કરી છે.

અહેવાલો અનુસાર, રોહિત બોર્ડર ગાવસ્‍કર ટ્રોફી ૨૦૨૪-૨૫ની પ્રથમ બે મેચ ચૂકી શકે છે. તેણે બીસીસીઆઈ અને ચીફ સિલેક્‍ટરને કહ્યું કે તે કેટલીક અંગત બાબતોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને જો તે ઉકેલવામાં નહીં આવે તો તે પ્રથમ મેચમાંથી બહાર થઈ શકે છે, પરંતુ તેણે એ પણ કહ્યું કે હાલમાં તે ફક્‍ત બોર્ડને માહિતી છે. તેણે કહ્યું નથી કે તે ઉપલબ્‍ધ નથી. આવી સ્‍થિતિમાં, પસંદગી સમિતિ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટીમની જાહેરાત કરતા પહેલા રોહિતના અંતિમ જવાબની રાહ જોશે.

ભારતીય ક્રિકેટ ટીમ ૨૨ નવેમ્‍બરથી ઓસ્‍ટ્રેલિયાના પર્થમાં શરૂ થનારી પાંચ ટેસ્‍ટ મેચની શ્રેણીમાં ભાગ લેશે અને એવી સંભાવના છે કે રોહિત એડિલેડ (૬-૧૦ ડિસેમ્‍બર)માં યોજાનારી ઙ્કથમ કે બીજી મેચ ચૂકી શકે છે. બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન આપવાની શરતે ન્‍યૂઝ એજન્‍સીને જણાવ્‍યું - આ સ્‍થિતિ વિશે હજુ સુધી કોઈ સંપૂર્ણ સ્‍પષ્ટતા નથી. એવું માનવામાં આવે છે કે રોહિતે બીસીસીઆઈને જાણ કરી છે કે એક તાકીદની અંગત બાબતને કારણે તેણે શ્રેણીની શરૂઆતમાં બેમાંથી એક ટેસ્‍ટ મેચ ગુમાવવી પડી શકે છે.જો રોહિત ઓસ્‍ટ્રેલિયામાં ટેસ્‍ટ મેચ રમવામાં અસમર્થ હોય, તો ફોર્મમાં રહેલા અભિમન્‍યુ ઇશ્વરન તેના કવર તરીકે રમી શકે છે, જોકે શુભમન ગિલ અને કેએલ રાહુલ પણ શરૂઆતના સ્‍લોટમાં ઘણા અનુભવી ખેલાડીઓ છે. ઇશ્વરન પણ ભારત A ટીમ સાથે ઓસ્‍ટ્રેલિયામાં હશે, જેની કમાન તેને સંભાળવાની છે.

(2:59 PM IST)