તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th October 2024
ગેમિંગ એપને પ્રમોટ કરવા બદલ ગૌતમ ગંભીર થયો જબરજસ્ત ટ્રોલ :ફેન્સે કહ્યું -તને આવું કરવું શોભતું નથી
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરી રહ્યા છે.

મુંબઈ : ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને તેના ટ્વિટર એકાઉન્ટ પર ફેન્ટસી ક્રિકેટ એપનો પ્રચાર કરવા બદલ ચાહકોની ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી મેચ પહેલા ગંભીરે રિયલ 11 માટે એક જાહેરાત પોસ્ટ કરી હતી. આવું કર્યાની થોડી જ મિનિટોમાં, તેણે 'ગેમિંગ એપ'ને પ્રમોટ કરવા બદલ ચાહકોના રોષનો સામનો કરવો પડ્યો.
ચાહકોનું કહેવું છે કે પહેલા ગંભીર એવા ક્રિકેટરોની ટીકા કરતો હતો જેઓ સટ્ટાબાજીની એપ અથવા પાન મસાલાની જાહેરાત કરતા હતા, પરંતુ હવે તે પોતે પણ આવું કરી રહ્યો છે. ઈન્ટરવ્યુમાં ગંભીરે કહ્યું હતું કે, 'મેં ક્યારેય વિચાર્યું ન હતું કે કોઈ ક્રિકેટર પાન મસાલાની જાહેરાત કરશે. આ તદ્દન નિરાશાજનક છે. તેથી જ હું કહું છું કે તમારા રોલ મોડલને કાળજીપૂર્વક પસંદ કરો. તેઓ શું ઉદાહરણ સેટ કરી રહ્યા છે? કોઈ વ્યક્તિ તેના નામથી નહીં, પરંતુ તેના કામથી ઓળખાય છે. કરોડો બાળકો તમને જોઈ રહ્યા છે. પૈસા એટલા મહત્વના નથી કે તમે પાન મસાલા ઉમેરી દો. પૈસા કમાવવાના બીજા ઘણા રસ્તા છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી અને છેલ્લી T20 મેચ હૈદરાબાદમાં રમાશે. ભારત પહેલાથી જ શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી ચૂક્યું છે અને તે બાંગ્લાદેશને વ્હાઇટવોશ કરશે તેવી અપેક્ષા છે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
