<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ભારતે તાઈપેઈને હરાવી મહિલા સિંગલ બેન્ડિગો ઈન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતી

મેન્સ ડબલ્સની ફાઇનલમાં, ટોચની ક્રમાંકિત ભારતીય જોડી હરિહરન અમસાકરુનન અને રુબન કુમાર રેથિનાસબાપાથીએ જીતી હતી

સિડની : ભારતની તાન્યા હેમંતે ગઈ કાલે ઑસ્ટ્રેલિયાના બેન્ડિગોમાં બેન્ડિગો ઇન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સ ટાઇટલ જીતવા માટે તાઈપેઈની તુંગ સિઉ-ટોંગને સીધી ગેમમાં હરાવી હતી. બીજી ક્રમાંકિત તાન્યાએ વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં ટૂર્નામેન્ટમાં છઠ્ઠી ક્રમાંકિત તેની પ્રતિસ્પર્ધી તુંગને 21-17, 21-17થી હરાવી હતી.

21 વર્ષની તાન્યાનું આ ત્રીજું અને વર્ષનું પહેલું આંતરરાષ્ટ્રીય ખિતાબ હતું. તેણીએ 2024માં પોલીશ ઓપન અને અઝરબૈજાન ઈન્ટરનેશનલમાં રનર-અપ રહી હતી. તેણીએ 2022માં ઈન્ડિયા ઈન્ટરનેશનલ અને 2023માં ઈરાન ફજર ઈન્ટરનેશનલ ખાતે ટાઈટલ જીત્યા હતા.

મેન્સ ડબલ્સની ફાઇનલમાં, ટોચની ક્રમાંકિત ભારતીય જોડી હરિહરન અમસાકરુનન અને રુબન કુમાર રેથિનાસબાપાથીએ જીતી હતી. ચેન ચેંગ કુઆન અને પો લી-વેઈની તાઈપેઈ જોડી સામે 17-21, 14-2થી હારી.

 

(1:01 PM IST)