News of Monday, 14th October 2024
ઇંગ્લેન્ડ સાથે પાકિસ્તાનની નવી રણનીતિઃ બીજો ટેસ્ટ જીતવા પ્રથમ ટેસ્ટની જ વિકેટનો કરાશે ઉપયોગ

નવી દિલ્હી તા. ૧૪: છેલ્લા થોડા સમયથી પાકિસ્તાની ક્રિકેટ ટીમ નબળા ફોર્મમાંથી પસાર થઇ રહી છે, ત્યારે પાકિસ્તાની ટીમ દ્વારા ઇંગ્લેન્ડ વિરૂધ્ધ બીજા ટેસ્ટ માટે નવી રણનીતિ અપનાવી છે. રણનીતિ મુજબ બીજો ટેસ્ટ પણ મુલ્તાનની એ વિકેટ ઉપર રમાશે જયાં પ્રથમ ટેસ્ટ રમાયો હતો.
પહેલા ટેસ્ટ બાદ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા પાણી ભરી દેવામાં આવ્યું હતું. હવે આ પીચને પંખા અને તડકાની મદદથી સુકવવામાં આવી રહી છે. ગઇકાલે બંન્ને ટીમોએ અહીં પ્રેકટીસ પણ કરી હતી. પહેલા બાંગ્લાદેશ અને ત્યારબાદ ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરનાર પાકિસ્તાની ટીમ એક જીત માટે તરસી રહી છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
