<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ટેસ્‍ટ સીરીઝ પહેલા જ ઓસ્‍ટ્રેલીયાને ફટકો : ઓલ રાઉન્‍ડ કેમરન ગ્રીન આખી સીરીઝમાંથી બહાર

સીડની : ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્‍લાદેશ સામે ટેસ્‍ટ સીરીઝ જીત્‍યા પછી હવે ન્‍યુઝીલેન્‍ડને પછાડવા તૈયાર છે. બન્‍ને ટીમો વચ્‍ચે ૧૬ ઓકટોબરથી ત્રણ ટેસ્‍ટની સીરીઝ શરૂ થશે. કીવીઝ સામે રમ્‍યા પછી રોહિત શર્માની ટીમનો મુકાબલો ઓસ્‍ટ્રેલિયા સાથે થશે. ભારતીય ચાહકો આ સીરીઝની રાહ ઘણા સમયથી જોઇ રહ્યા છે. ટી-૨૦ વર્લ્‍ડકપ પછી ભારત સામે આ સીરીઝ આ વર્ષનો સૌથી મોટો પડકાર છે.

પાંચ ટેસ્‍ટ મેચોની આ સીરીઝ ૨૨ નવેમ્‍બરે શરૂ થવાની છે. તેને એક મહિનાથી વધારે સમયની વાર છે પણ તે પહેલા યજમાન ઓસ્‍ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્‍યો છે. સ્‍ટાર ઓલરાઉન્‍ડર કેમરન ગ્રીન આખી સીરીઝથી બહાર થઇ ગયો છે. તેની કમરમાં સ્‍ટ્રેસ ફ્રેકચર છે અને તેણે સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો છે. આથી તે ભારત વિરૂધ્‍ધ પાંચ ટેસ્‍ટની ઘરેલુ સીરીઝથી બહાર થઇ ગયો છે.

સીરીઝમાં ભારતને હરાવવાની ઓસ્‍ટ્રેલીયાની આશાઓને આ એક મોટો ઝટકો છે. ઘરેલુ મેદાન પર છેલ્લી બે સીરીઝમાં તે ભારત સામે હાર્યું છે. ઓલરાઉન્‍ડર કેમરન ગ્રીને ૨૮ ટેસ્‍ટ મેચોમાં ૩૬.૨૩ની સરેરાશથી ૧૩૭૭ રન બનાવ્‍યા છે. જેમાં બે સદી અને છ અર્ધી સદી સામેલ છે. તેણે ટેસ્‍ટમાં ૩૫ વિકેટો પણ લીધી છે.

(4:22 PM IST)