<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

બીજી ટેસ્ટ માટે પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન જાહેર બાબર આઝમની જગ્યાએ કામરાન ગુલામને તક મળી

શ્રેણીની બીજી મેચ પણ મુલ્તાનમાં રમાશે. ટીમમાં ત્રણ સ્પિનરોનો સમાવેશ કરાયો

ઈંગ્લેન્ડ સામે પ્રથમ મેચ હાર્યા બાદ પાકિસ્તાનની ટીમ બીજી ટેસ્ટમાં પુનરાગમન કરવા પર નજર રાખી રહી છે. આ શ્રેણીની બીજી મેચ પણ મુલ્તાનમાં રમાશે. પાકિસ્તાને આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાનને પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામે ઇનિંગ્સ અને 47 રને હારનો સામનો કરવો પડ્યો હતો

  પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામેની બીજી મેચ માટે ત્રણ સ્પિનરોનો સમાવેશ કર્યો છે. નોમાન અલી અને સાજિદ ખાનની સાથે લેગ સ્પિનર ઝાહિદ મહમૂદને પણ ટીમમાં તક મળી છે. જ્યારે કામરાન ગુલામ પાકિસ્તાન માટે ચોથા નંબર પર ડેબ્યૂ કરશે. તે ટીમમાં બાબર આઝમની જગ્યા લેશે. ખરાબ પ્રદર્શનના કારણે બાબર આઝમને બીજી ટેસ્ટ મેચમાંથી બહાર કરવામાં આવ્યો હતો

    ક્રિકબઝે અગાઉ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન ટીમે બીજી ટેસ્ટ મેચ માટે સ્પિન ફ્રેન્ડલી વિકેટની માંગ કરી છે. આ મેચ માટે પાકિસ્તાનની ટીમે માત્ર એક ઝડપી બોલર આમિર જમાલને તક આપી છે. સાજીદ ખાન તેને નવા બોલથી સપોર્ટ કરશે. સાજિદ ખાને આ પહેલા પણ નવા બોલથી બોલિંગ કરી છે. તેણે આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટ મેચમાં પણ બોલિંગની શરૂઆત કરી હતી.

    ઇંગ્લેન્ડના બેટ્સમેનો સ્પિનરો સામે બહુ આરામદાયક નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાન ઈંગ્લેન્ડની આ નબળાઈનો ફાયદો ઉઠાવવા માંગે છે. ટીમમાં સલમાન અલી આગા, સૈમ અયુબ અને સઈદ શકીલ પણ જરૂર પડ્યે સ્પિન બોલિંગ કરી શકે છે.

    બીજી ટેસ્ટ માટે પાકિસ્તાનની XI: સઈમ અયુબ, અબ્દુલ્લા શફીક, શાન મસૂદ (કેપ્ટન), કામરાન ગુલામ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સલમાન અલી આગા, આમિર જમાલ, નોમાન અલી, સાજિદ ખાન અને ઝાહિદ મહમૂદ. .

(6:37 PM IST)