News of Monday, 14th October 2024
150ની ઝડપે બોલિંગ કરનાર યુપીના આ બોલરની ટિમ ઇન્ડિયામાં એન્ટ્રી :દુલીપ ટ્રોફી અને રણજી ટ્રોફીમાં કહેર વર્તાવ્યો હતો
એશિયા કપ 2024: તિલક વર્મા ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2024માં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. આ ટુર્નામેન્ટ 18મી ઓક્ટોબરથી શરૂ થશે

ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2024 18 ઓક્ટોબરથી શરૂ થવાનો છે અને ટૂર્નામેન્ટ 27 ઓક્ટોબર સુધી ચાલશે. ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ભારત Aને ગ્રુપ Bમાં ઓમાન, પાકિસ્તાન અને UAEની સાથે રાખવામાં આવી છે. તિલક વર્મા ભલે ઈન્ડિયા Aની કેપ્ટનશીપ કરી રહ્યા હોય, પરંતુ આ દરમિયાન 20 વર્ષીય ફાસ્ટ બોલર આકિબ ખાન પણ હેડલાઈન્સ બનાવવામાં સફળ રહ્યો છે.
ઉત્તર પ્રદેશના સહારનપુરથી આવેલા આકિબ ખાન 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે અને તેણે દુલીપ ટ્રોફીમાં પોતાની ઝડપી બોલિંગથી તબાહી મચાવી હતી. ઈન્ડિયા A તરફથી રમતા તેણે 2 મેચમાં 8 વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી હતી. એટલું જ નહીં તેણે ઋતુરાજ ગાયકવાડ અને રજત પાટીદાર જેવા ટોચના બેટ્સમેનોની વિકેટ લઈને ક્રિકેટ જગતમાં પોતાનું નામ બનાવ્યું છે. આ પહેલા રણજી ટ્રોફીની છેલ્લી સિઝનમાં પણ તેણે ઘાતક બોલિંગ કરી હતી અને 4 મેચમાં 13 વિકેટ લીધી હતી.
આકિબ ખાને દુલીપ ટ્રોફીમાં 150 કિમી પ્રતિ કલાકની ઝડપે સૌને ચોંકાવી દીધા હતા. ભારતીય ટીમ પહેલાથી જ મયંક યાદવને ટોચના ફાસ્ટ બોલર તરીકે તૈયાર કરી રહી છે અને હવે આકિબ ખાને પણ ભવિષ્યમાં ભારત માટે રમવાનો દાવો દાખવ્યો છે. હમણાં માટે, તેનું ધ્યાન ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2024 માં ભારત A માટે સારું પ્રદર્શન કરવા પર રહેશે. તેણે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં અત્યાર સુધી 14 મેચ રમી છે, જેમાં તેણે 37 વિકેટ પોતાના નામે કરી છે.
ભારત A મેચ ક્યારે થશે? ભારત Aને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યું છે અને 18-27 ઓક્ટોબર સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં ભારતની પ્રથમ મેચ 19 ઓક્ટોબરે પાકિસ્તાન A સામે થશે. ત્યાર બાદ ભારતીય ટીમે અનુક્રમે 21 અને 23 ઓક્ટોબરે UAE અને ઓમાન સામે મેચ રમવાની છે.
19 ઓક્ટોબર - ભારત એ વિ પાકિસ્તાન એ 21 ઓક્ટોબર - ભારત A વિ UAE 23 ઓક્ટોબર - ભારત A vs ઓમાન
ઈન્ડિયા A ટીમઃ તિલક વર્મા (કેપ્ટન), અભિષેક શર્મા, આયુષ બદોની, નિશાંત સંધુ, અનુજ રાવત, પ્રભસિમરન સિંહ, નિહાલ વાધેરા, અંશુલ કંબોજ, રિતિક શૌકીન, આકિબ ખાન, વૈભવ અરોરા, રસિક સલામ, સાઈ કિશોર, રાહુલ ચહર.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
