<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

બેંગલુરુમાં ભારત ન્યુઝીલેન્ડ વિરુદ્ધ મેચ :રોહિત-વિરાટ પર ચાહકોની નજર: જાણો ક્યારે અને ક્યાં મેચ જોઈ શકશો

-બેંગલુરુમાં હાલમાં સતત વરસાદ :જાણો તમે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો.

ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચની ટેસ્ટ સીરિઝ રમવા માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ભારતીય ટીમ ઘરઆંગણે છેલ્લી ટેસ્ટ મેચ છે. ભારતીય ટીમ સાથે ચાહકોની નજર કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર રહેશે.

    રોહિત અને કોહલી ભારતીય બેટિંગમાં કમાલ દેખાડી શકે છે. બંન્ને પાસે મોટી ઈનિગ્સ રમવાની પણ સૌને આશા છે. પરંતુ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચમાં વરસાદનો ખતરો પણ મંડરાય રહ્યો છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પણ વરસાદે રમત બગાડી હતી, અંતે ભારતે આ મેચ જીતી હતી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ બેગ્લુરુમાં રમાશે. મેચના એક દિવસ પહેલા વરસાદ પડ્યો હતો.ટીમની પ્રેક્ટિસ મેચ પણ વરસાદના કારણે રદ્દ કરવી પડી હતી

 ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ બુધવારે આજે 16 ઓક્ટોબરના રોજ રમાશે. આ મેચ બેગ્લુરુંના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ટીવી પર ભારત અને ન્યુઝીલેન્ડની પહેલી ટેસ્ટ મેચનું લાઈવ પ્રસારણ સ્પોર્ટસ 18 પણ જોઈ શકાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિઓ સિનેમા પર જોઈ શકો છો

(1:53 PM IST)