તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th October 2024
હરમનપ્રીત કૌરની થશે હકાલપટ્ટી ? : સ્મૃતિ મન્ધાનાને બનાવવામાં આવશે કેપ્ટન !
ર૦રપ માં વૂમન્સ વર્લ્ડકપ પહેલા નવા કેપ્ટનના નામની ઘોષણા

નવી દિલ્હી, તા. ૧૭ : વિમેન્સ ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સેમી ફાઇનલ માટે ક્વૉલિફાય ન થઈ શકી એને પગલે ભારતીય ક્રિકેટ બોર્ડ હરમનપ્રીત કૌરને કૅપ્ટનના પદેથી હટાવી દેશે એવી ચર્ચા છે. ટીમના હેડ કોચ અમોલ મઝુમદાર ક્રિકેટ બોર્ડના અધિકારીઓ અને સિલેક્શન કમિટીને મળીને ભવિષ્ય વિશે ચર્ચા કરવાનો છે.
બોર્ડ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે ટીમને નવા કૅપ્ટનની જરૂર છે કે નહીં એના વિશે ચોક્કસપણે ચર્ચા થશે, બોર્ડે ટીમને બધી જ સગવડ-સુવિધા પૂરી પાડી છે અને હવે નવો ચહેરો ટીમનું નેતળત્વ કરે એ સમય આવી ગયો છે.
અમોલ મઝુમદાર અને બોર્ડના અધિકારીઓની મીટિંગ ભારતીય મહિલા ટીમની ન્યુ ઝીલૅન્ડ સામે ૨૪ ઑક્ટોબરથી શરૂ થતી વન-ડે સિરીઝ પહેલાં થાય એવી ધારણા છે. હરમનપ્રીત ૨૦૧૬થી ટીમનું નેતળત્વ કરી રહી છે એટલે ઘરઆંગણે ૨૦૨૫માં મહિલાઓનો વન-ડે વર્લ્ડ કપ રમાય એ પહેલાં બોર્ડ નેતળત્વમાં ફેરફાર કરી સ્મૃતિ મન્ધાનાને કેપ્ટન બનાવી શકે છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
