<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

ગિલ અને શમીની નેટ-પ્રેક્‍ટિસ

 

નવી દિલ્‍હીઃ બેટર શુભમન ગિલ અને બોલર મોહમ્‍મદ શમીની પ્રેક્‍ટિસના કેટલાક વિડિયો સોશ્‍યલ મીડિયા પર વાયરલ થયા છે. ગળાની ઇન્‍જરીની કારણે પહેલી ટેસ્‍ટમાં ન રમી શકનારા શુભમન ગિલ ભારતની હાર બાદ બેંગ્‍લોરની પિચ પર જબરદસ્‍ત પ્રેકિટસ કરતો જોવા મળ્‍યો હતો. પગની સર્જરીને કારણે વન-ડે વર્લ્‍ડ કપ બાદથી ઇન્‍ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરવાની રાહ જોઇ રહેલો બોલર મોહમ્‍મદ શમી સામે છેડેથી ગિલની સામે બોલિંગ કરતો પણ જોવા મળ્‍યો હતો બેંગ્‍લોર ટેસ્‍ટ દરમ્‍યાન મોહમ્‍મદ શમી કોચિંગ સ્‍ટાફ સાથે પોતાની ફિટનેસ અને સ્‍કિલ પર કામ કરી રહ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ઓસ્‍ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસકર ટ્રોફી ટેસ્‍ટ સિરીઝમાં મોહમ્‍મદ શમીની ટીમમાં એન્‍ટ્રી કરાવવાની પૂરેપુરી તૈયારી કરી રહ્યુ છે.

(3:02 PM IST)