તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st October 2024
ન્યૂઝીલેન્ડ સામે હારતાં જ ટીમ ઇન્ડિયામાં સ્ટાર ખેલાડીની એન્ટ્રી

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાએ સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની છેલ્લી બે મેચ માટે ટીમમાં સામેલ કર્યો છે. સુંદર હાલ તમિલનાડુ તરફથી દિલ્હી સામે રણજી ટ્રોફી મેચ રમી રહ્યો છે. તેણે રવિવારે બે વિકેટ લેતા પહેલા મેચની પ્રથમ ઇનિંગમાં 152 રન બનાવ્યા હતા.વોશિંગ્ટન સુંદરે વર્ષ 2021માં ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. એટલે કે તે લાંબા સમય બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરવા જઈ રહ્યો છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક રિલીઝમાં જણાવ્યું કે સુંદર બીજી ટેસ્ટ પહેલા પુણેમાં ટીમ સાથે જોડાશે.25 વર્ષીય ઓલરાઉન્ડર, જે આ મહિનાની શરૂઆતમાં બાંગ્લાદેશ ટી20 શ્રેણીનો ભાગ હતો. 2021માં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પદાર્પણ કર્યા બાદ તેણે અત્યાર સુધીમાં ચાર ટેસ્ટ રમી છે. તેની છેલ્લી ટેસ્ટ મેચ તે જ વર્ષે અમદાવાદમાં ઈંગ્લેન્ડ સામેની હોમ સિરીઝમાં હતી. ચાર ટેસ્ટમાં સુંદરે 265 રન બનાવ્યા છે અને છ વિકેટ લીધી છે.
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
