તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st October 2024
આગામી શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમની જાહેરાત :ત્રેવડી સદી ફટકારનાર ખેલાડીની હકાલપટ્ટી
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર :ઘણા ખેલાડીઓને તક અપાઈ

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જઈ રહી છે, જ્યાં 3 મેચની ODI સીરીઝ સિવાય 5 મેચની T-20 સીરીઝ રમાશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે. લિયામ લિવિંગસ્ટોનને વનડે સિરીઝ માટે જ્યારે જોસ બટલરને T20 સિરીઝ માટે કેપ્ટન બનાવાયો છે,.
વનડે ટીમના સુકાનીની જવાબદારી લિયામ લિવિંગસ્ટોનને આપવામાં આવી છે. જ્યારે જોસ બટલર T-20 શ્રેણીની કમાન સંભાળશે. બટલર ઈજાના કારણે વનડે શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં. જ્યારે ટી-20 શ્રેણીમાં વાપસી કરશે. સુકાનીપદ પણ સંભાળશે. જો કે હેરી બ્રુકને ODI અને T-20 સિરીઝ માટે તક આપવામાં આવી નથી. તેણે તાજેતરમાં જ પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં ત્રેવડી સદી ફટકારી હતી.
જોકે બોર્ડે કહ્યું છે કે પાકિસ્તાન પ્રવાસે ગયેલા બે ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કરવામાં આવશે. સિરીઝ 31 ઓક્ટોબરથી શરૂ થશે પ્રથમ વનડે મેચ 31 ઓક્ટોબરથી રમાશે. વનડે શ્રેણીની છેલ્લી મેચ 6 નવેમ્બરે રમાશે. જ્યારે ટી-20 સિરીઝ 9 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. T-20 શ્રેણીની છેલ્લી મેચ 17 નવેમ્બરે રમાશે.
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર બટલર ઈજાની સમસ્યાથી પરેશાન છે. તેથી તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. પરંતુ ટી-20 શ્રેણી પહેલા તે ફિટ થઈ જશે અને ટીમની કમાન સંભાળશે. તેમના સ્થાને લિયામ લિવિંગસ્ટોન પ્રથમ વખત સુકાનીપદ સંભાળશે
જોસ બટલર (T20 માટે કેપ્ટન) જોફ્રા આર્ચર જેકબ બેથેલ, જાફર ચૌહાણ, સેમ કુરાન, વિલ જેક્સ, લિયામ લિવિંગસ્ટોન (ODI સિરીઝ માટે કેપ્ટન) સાકિબ મહમૂદ, ડેન મૌસલી, જેમી ઓવરટોન, માઈકલ પેપર, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, રીસ ટોપલી, જ્હોન ટર્નર.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
