<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

ભારત-એ ટીમ ઓસ્ટ્રેલીયાના પ્રવાસે જશેઃ ટીમની જાહેરાતઃ ગાયકવાડ કેપ્ટનઃ કિશનની વાપસી

 

નવી દિલ્હી,તા. ૨૨: મેન્સ સિલેકશન કમિટીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય A ટીમની જાહેરાત કરી હતી. ૧૫ સભ્યોની ભારતીય ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે. ઈશાન કિશનને પણ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ટીમ ઓસ્ટ્રેલિયા A વિરુદ્ઘ મેકે અને મેલબોર્નમાં બે ફર્સ્ટ કલાસ મેચ રમશે. આ પછી આ ટીમ પર્થમાં વરિષ્ઠ ભારતીય ટીમ સામે ત્રણ દિવસીય ઈન્ટ્રા-સ્કવોડ ગેમ પણ રમશે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારત A ટીમઃ ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન (વાઈસ-કેપ્ટન), સાઈ સુદર્શન, નીતીશ કુમાર રેડ્ડી, દેવદત્ત્। પડિક્કલ, રિકી ભુઈ, બાબા ઈન્દરજીત, ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક પોરેલ (વિકેટકીપર), મુકેશ કુમાર, ખલીલ અહેમદ, યશ દયાલ , નવદીપ સૈની , માનવ સુથાર, તનુષ કોટિયાન ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસના શેડ્યૂલની વાત કરીએ તો, ફર્સ્ટ કલાસ મેચ ૩૧ ઓકટોબરથી ૩ નવેમ્બર વચ્ચે રમાશે. આ પછી બીજી ફર્સ્ટ કલાસ મેચ મેલબોર્નમાં ૭ નવેમ્બરથી ૧૦ નવેમ્બર વચ્ચે રમાશે. ફર્સ્ટ કલાસ મેચ બાદ ભારતની એ-ટીમ સિનિયર ભારતીય ટીમ સામે ટકરાશે. આ મેચ પર્થમાં ૧૫થી ૧૭ નવેમ્બર વચ્ચે રમાશે. ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે આ મહિનાના અંતમાં ઓસ્ટ્રેલિયા જશે. આ સમયગાળા દરમિયાન, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૫ ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. શ્રેણીની તૈયારી માટે ભારતીય સિનિયર ટીમનો મુકાબલો ઈન્ડિયા એ સામે થશે.

(1:29 PM IST)