<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

કોહલી આઉટ થયા બાદ ગુસ્સે થયો : ડ્રેસિંગ રૂમમાં જતા વોટર બોક્સ પર બેટ ફટકાર્યું

LBW આઉટ થયા બાદ કોહલી ખુબ જ ગુસ્સામાં:ડ્રેસિંગ રુમ તરફ જતો હતો ત્યારે માર્ગમાં રહેલા વોટર બોક્સ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો

મુંબઈ :ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. ઘર આંગણે સતત 2 ટેસ્ટ મેચમાં હાર થવા સાથે જ ટીમ ઈન્ડિયાએ સીરિઝ ગુમાવી દીધી છે. ન્યૂઝીલેન્ડે બેંગ્લુરુ ટેસ્ટમાં જીત બાદ પુણે ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયાને હાર આપી હતી.

આ રીતે મહેમાન ટીમે 3 મેચની ટેસ્ટ સિરીઝમાં 2-0થી આગળ છે. આ દરમિયાન વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહયો છે. પુણે ટેસ્ટની બન્ને ઈનિંગમાં વિરાટ કોહલીએ બેટિંગથી સૌને નિરાશ કર્યાં હતા.

કોહલીએ પહેલી ઈનિંગમાં એક રન અને બીજી ઈનિંગમાં ફક્ત 17 રન જ બનાવી શક્યો હતો. બન્ને ઈનિંગમાં તે મિચેલ સેંટનરનો શિકાર બન્યો હતો. તે ટીમ ઈન્ડિયાને હારથી બચાવી શક્યો ન હતો, જેથી તે ખુબ જ નિરાજ હતો.

બીજી ઈનિંગમાં LBW આઉટ થયા બાદ કોહલી ખુબ જ ગુસ્સામાં હતો. ડ્રેસિંગ રુમ તરફ જઈ રહ્યો હતો ત્યારે તે માર્ગમાં રહેલા વોટર બોક્સ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ગુસ્સામાં તેણે બેટ વોટર બોક્સ પર ફટકાર્યું હતું અને ત્યારબાદ તે ડ્રેસિંગ રુમમાં જતો રહ્યો હતો. કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.



 

(12:09 AM IST)